એક ચાર્જમાં 300 કિમી દોડશે આ બાઇક: 200 કિમી/કલાક તો ટોપ સ્પીડ, ફીચર્સ જાણી આંખો પહોળી થઈ જશે
ઈવી નિર્માતા હૉર્વિને સ્કૂટરને Senmenti 0 નામ આપ્યું
હૉર્વિને EICMA 2022માં પોતાનુ પહેલુ ઈલેક્ટ્રીક મેક્સી સ્કૂટર રજૂ કર્યુ છે. ઈવી નિર્માતા હૉર્વિને તેને Senmenti 0 નામ આપ્યું છે. આ સ્કૂટર ખૂબ જ ખાસ છે. આ સ્કૂટરની ડિઝાઈન, સ્પેસિફિકેશન અને પાવરટ્રેન બિલ્કુલ અલગ છે. મહત્વનું છે કે હૉર્વિન ગ્લોબલ એક ઓસ્ટ્રેલિયન ટુ-વ્હીલર નિર્માતા છે. જેણે 2019માં પોતાની પહેલી ઈલેક્ટ્રીક મોટરસાઈકલ લોન્ચ કરી હતી, જેને CR6 પ્રો નામ આપવામાં આવ્યું હતુ.
2.8 સેકન્ડમાં 0-100kmph ની ઝડપ
Horwin Senmenti 0 400 V આર્કિટેક્ચર પર બેસ્ડ છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટર માત્ર 30 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર સરેરાશ 2.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. જેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે. નિર્માતાનો દાવો છે કે Senmenti 0 88 કિમી/કલાકની સરેરાશ ગતિથી મહત્તમ અંતર નક્કી કરી શકે છે. આ સિંગલ ચાર્જમાં 300 કિમી સુધીની ઝડપે ચલાવવામાં સક્ષમ છે.
સ્કૂટરમાં આપ્યું છે રેન્જ એક્સટેન્ડર ફંક્શન
હૉર્વિનનુ કહેવુ છે કે જો બેટરી ઉતરવા લાગે તો પણ ઈલેક્ટ્રીક સ્કૂટરના પર્ફોમન્સ પર અસર પડતી નથી. જેમાં રેન્જ એક્સટેન્ડર ફંક્શન પણ મળે છે, એટલેકે રાઈડર લાંબો પ્રવાસ નક્કી કરી શકે. હાલમાં આ ફંક્શનનો ઉપયોગ કરીને સ્કૂટરની રેન્જ કેટલી વધારવામાં આવી છે, તેનો ખુલાસો થયો નથી. બેટરી પેકનો ઉપયોગ પાવર સોર્સના રૂપમાં પણ કરી શકાય છે.