ગુજરાતના આ વિસ્તારની ધરા ધ્રુજી, ભૂકંપનો આંચકો અનુભવતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા

ગુજરાતના આ વિસ્તારની ધરા ધ્રુજી, ભૂકંપનો આંચકો અનુભવતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા
  • સાંજે 7.54 કલાકે ભૂકંપના આંચકાનો થયો અનુભવ

કચ્છ જિલ્લાની ધરા ફરી ધણધણી હોવાનું સામેં આવ્યું છે. આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કચ્છના દૂધઈ સહિતના વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. જેને લઇને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. બીજી બાજુ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.1 નોંધાઈ હતી. જે ભૂકંપના આંચકા સાંજે 7.54 કલાકે અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.

10 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 10 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠામાં  20 સેકન્ડ સુધી ભૂકંપની ધ્રુજારી થતા દોડધામ મચી જવા પામી હતી. પાલનપુરમાં 4.27 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, આ વેળાએ ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી.


જો ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow