ત્રીજા ક્વાર્ટરનો આર્થિક વિકાસ 5%થી નીચે

ત્રીજા ક્વાર્ટરનો આર્થિક વિકાસ 5%થી નીચે

દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. 2022-23ના નાણાવર્ષમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં 4.4 ટકા આર્થિક વિકાસદર નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ દર 11.2 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો. વિકાસદરમાં ઘટાડાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પરિણામો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ સેક્ટરમાં 1.1 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે 31 માર્ચે પૂરા થઈ રહેલા નાણાવર્ષમાં વિકાસદર 7 ટકા રહેશે એવો અંદાજ છે. દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર 7 ટકા તથા આઇએમએફે 6.8 ટકાનો વિકાસદર નોંધાવશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આંકડાઓ અનુસાર કૃષિ, કન્સ્ટ્રક્શન, સેવાઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરે અપેક્ષા કરતા વધુ સારો દે‌ખાવ કર્યો છે. આ પહેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા વિકાસદર હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.5 ટકાના દરે આર્થિક વિકાસ નોંધાયો હતો. જ્યારે 2021-22 માટે દેશના આર્થિક વિકાસનું અનુમાન 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે વૃદ્ધિદરમાં ઘટાડાનો અંદાજ અગાઉથી હતો. કારણ કે કોવિડ બાદ ઝડપી ગ્રોથ નોંધાયો હતો. હવે ધીમે ધીમે અર્થતંત્ર સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow