ઇકોનોમી કરતા થર્ડ એસીનું ભાડું 8 ટકા ઘટશે

ઇકોનોમી કરતા થર્ડ એસીનું ભાડું 8 ટકા ઘટશે

રેલવેએ પ્રવાસીઓને મોટી રાહત આપી છે. હવે ઇકોનોમી ક્લાસનું ભાડું એસી-3 ક્લાસ કરતાં ઓછું થશે. આ વ્યવસ્થા 22 માર્ચથી દેશભરમાં લાગુ થઈ છે. રેલવે બોર્ડે નવેમ્બર 2022માં એસી-3ના ઇકોનોમી કૉચ અને એસી-3 કૉચનું ભાડું એકસમાન કરી દીધું હતું. પ્રવાસીઓએ બંને કૉચ માટે સરખું ભાડું આપવું પડી રહ્યું હતું. જ્યારે અગાઉ ઇકોનોમી કૉચમાં એસી-3 કૉચની સરખામણીમાં 8 ટકા ઓછું ભાડું લાગતું હતું.

રેલવેએ સપ્ટેમ્બર 2021માં એસી-3 ઇકોનોમી ક્લાસની શરૂઆત કરી હતી પણ 14 મહિના પછી નવેમ્બર 2022માં તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ કેટેગરી બંધ કરાયા બાદ તેનું ભાડું એસી-3 જેટલું કરી દેવામાં આવ્યું હતું. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) વિપુલ સિંઘલે મંગળવારે નવો સર્ક્યુલર જારી કરીને નવેમ્બર 2022નો સર્ક્યુલર પાછો ખેંચી લીધો હતો. એટલે કે હવે અગાઉની જેમ ઇકોનોમી ક્લાસમાં રિઝર્વેશન કરાવવું હશે તો 8 ટકા ઓછું ભાડું ચૂકવવું પડશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow