Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Sunset

સૂર્યાસ્ત બાદ આ કાર્યો કરતા પહેલા સો વખત વિચારજો નહીંતર...., થઇ શકે છે મોટું નુકસાન!

Gujaratnow1 min read
સૂર્યાસ્ત બાદ આ કાર્યો કરતા પહેલા સો વખત વિચારજો નહીંતર...., થઇ શકે છે મોટું નુકસાન!

આવો જાણીએ કે સૂર્યોદય બાદ કયા કાર્ય ના કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાંજના સમયે ઉંઘી જાય છે તો તે ઘણા રોગોનો શિકાર થઇ શકે છે. આ સાથે સાંજના સમયે ઊંઘનારા વ્યક્તિની ઉંમર પણ ઓછી થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીનુ ઘરમાં આગમન માનવામાં આવ્યું છે. આ સાથે એવુ પણ બોલવામાં આવે છે કે સાંજે વ્યક્તિને તેના ઘરના દરવાજા બંધ ના કરવા જોઈએ.

સાંજે ના ફેરવશો સાવરણી

હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ અથવા સંધ્યાકાળે ઘરની અંદર સાવરણી ફેરવવાની મનાઈ છે. એવુ માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની અંદર સાવરણી ફેરવવાથી અશુદ્ધીઓ આવે છે અને માં લક્ષ્મી નારાજ થાય છે. આ ઉપરાંત સાંજે સાવરણી ફેરવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે.

તુલસીની પૂજા ના કરશો

હિન્દુ ધર્મમાં તુલસીને વધુ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવી છે. ત્યાં સુધી કે તુલસીના છોડની પૂજાના અમુક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત બાદ તુલસીના છોડને અડવુ અથવા તેના પાન ના તોડવા જોઈએ. આમ કરવુ અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવુ કરે છે તો તેનાથી માં લક્ષ્મી કોપાયમાન થાય છે અને માં લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે.

Gujaratnow1 min read

Related News