ઓઇલ ડેપો પર તેલ ભરી જતી ચાલતી માલગાડી સાથે દોટ મૂકી ચોરો એ કરી તેલ ની ચોરી!

ઓઇલ ડેપો પર તેલ ભરી જતી ચાલતી માલગાડી સાથે દોટ મૂકી ચોરો એ કરી તેલ ની ચોરી!

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા વિડીયો સામે આવતા હોય છે. થોડા સમયથી ચોરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક ટ્રેન પુલ ઉપરથી જ્યારે પસાર થઈ રહી હતી. ત્યારે કેટલાક લોકો પુલ ઉપર બેસીને લોકોના મોબાઇલ છીનવી લેતા હતા. હાલમાં એક બીજો ટ્રેન નો વિડીયો સામે આવ્યો છે. જેમાં કેટલાક ચોરો ચાલતી માલગાડી માંથી પેટ્રોલિયમ તેલની ચોરી કરી રહ્યા છે.

તેવો સામે આવ્યો છે આ વિડીયો જોતા ખ્યાલ આવ્યો કે આ ઘટના બિહારમાં બની હતી. જ્યાં એક માલગાડી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના તેલ ડેપોમાં પેટ્રોલિયમ તેલ ભરીને જઈ રહી હતી. જેમાં જ્યારે આ માલગાડી કોઈ ગાઢ વિસ્તારમાંથી પસાર થઈ રહી હશે ત્યારે કેટલાક લોકોએ ટ્રેન ઉપર હુમલો કરી દીધો હતો અને ચાલતી ટ્રેનમાં તે લોકોએ પોતાની ડોલો ટીંગાડી દીધી હતી.

અને તેમાંથી પેટ્રોલિયમ તેલની ચોરી કરી રહ્યા હતા. જેમાં કેટલાક લોકો ટ્રેનની સાથે દોડતા દોડતા પણ જોવા મળે છે અને ટ્રેનમાંથી આવી રીતે ચોરી કરતો વિડિયો વાયરલ થતા લોકો પણ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આ વિડીયો બિહાર રાજ્યના પટના જિલ્લાના દેહતા નગરનો જાણવા મળ્યું છે. તો કેટલાક લોકો એ આ વીડિયોને શેર કરીને આ અંગે માહિતી આપી હતી.

બિહારમાંથી થોડા સમય પહેલા એક 45 વર્ષ જૂના લોખંડના પૂલને પણ ચોરી કરવાનો વિડીયો સામે આવ્યો હતો. આમ ભારતમાં આવા કેટલાક ગાઢ એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રેનમાંથી આવી રીતે ચોરીઓ કરવામાં આવતી હોય છે. જાણવા મળ્યું કે આ વિસ્તારોમાં ચોરી થતા ત્યાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી હોતી નથી. લોકો બેફામ રીતે ચોરી અને લુંટફાટ કરતા જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને ચોરો પ્રત્યેક ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow