દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

ગત 25મી જાન્યુઆરીની રાત અમે જીવનભર ભૂલી નહીં શકીએ. રાત્રે 10ઃ30 વાગે ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પૂછ્યું કે, તમે રમેશજી બોલો છો, મેં હા પાડી. તેમણે પોતાને દિલ્હીના અધિકારી ગણાવતા કહ્યું કે ‘તમારું અને તમારી પત્ની શાંતિનું નામ પદ્મશ્રી માટે પસંદ કરાયું છે, પરંતુ આ કોઈને કહેતા નહીં.’ પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરે છે. થોડા સમય પછી સ્થાનિક અધિકારીના ફોન પણ આવ્યા, પછી ખબર પડી કે, આ તો હકીકત છે.

આ શબ્દો છે ઝાબુઆના રાતી તલાઈના રહેવાસી પરમાર દંપતિ રમેશ અને તેમના પત્ની શાંતિના. રમેશ પરમાર કહે છે, ‘એ દિવસે અમે મોડી રાત સુધી ઊંઘી ના શક્યા. બીજા દિવસે 26 જાન્યુઆરીએ અમારું પણ સન્માન કરાયું.’

પરમાર દંપતિની આ સફર સરળ નહોતી. શાંતિ કહે છે, ‘પતિએ હોમગાર્ડની નોકરી ગુમાવી દીધી. ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. 1993માં ઝાબુઆમાં જ આદિવાસી ઢીંગલી બનાવવાની તાલીમ લીધી. છ મહિનામાં કામ શીખી લીધું, પણ ઢીંગલી બનાવવાની સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. તેમના કપડાં સહિત અન્ય વસ્તુ મોંઘી હતી. પછી અમે દરજીઓ પાસેથી દોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાપડના કતરણો ખરીદતા અને તેમાંથી ઢીંગલી બનાવીને શહેરના બજારમાં વેચીને ગુજરાન ચલાવતા.’

આ દરમિયાન રમેશ પરમાર પણ તે કામમાં જોડાઇ ગયા અને નિષ્ણાત બની ગયા. પછી તો આ દંપતિએ શહેરોમાં પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow