શેર બજારમાં રોકાણ કરી અમીર બનવાનું સપના જોતા હતા પણ આ ત્રણ શેરે રોકાણકારોને બનાવી દીધા કંગાલ

ઘણી વખત કેટલીક કંપનીઓ વિશે એવું લાગે છે કે તેના શેરમાંથી કમાણી કરવાની સારી તક છે અને એટલા માટે લોકો વિચાર્યા વીના તેના શેર ખરીદી લે છે. આજે અમે તમને એવી જ ત્રણ કંપનીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખરીદીને લોકો અમીર બનવાના સપના જોતા હતા પણ એમના ઘણા રૂપિયા ડૂબી ગયા.
.jpg)
દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC), ફિનટેક કંપની Paytma અને ફૂડ ડિલિવરી કંપની Zomatoના IPOમાં રોકાણ કર્યું ત્યારે દરેકને આશા હતી કે તેમને સારું વળતર મળશે. આ ત્રણેય કંપનીઓનો આઇપીઓ પણ સારો ભરાયો હતો. લોકો સારા રિટર્નની આશા રાખીને બેઠા હતા પરંતુ આવું ન થયું. ટૂંક સમયમાં જ આ શેરો તૂટવા લાગ્યા અને જે રોકાણકારો અમીર બનવાની જગ્યાએ એમના રૂપિયા ડૂબવા લાગ્યા હતા.
નબળી થઈ હતી લિસ્ટિંગ
સરકારી વીમા કંપની LICનો IPO આ વર્ષે જ 4 થી 9 મેની વચ્ચે ખૂલ્યો હતો અને તેની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 વચ્ચે હતી પણ શેરબજારમાં તેનું લિસ્ટિંગ રૂ. 872ની ઇશ્યૂ કિંમતે એટલે કે 8.11 ટકા ઓછું હતું. અને અત્યાર સુધી તેની ઇશ્યૂ કિંમતથી નીચે છે.
અત્યાર સુધી 30 ટકા તૂટયો
લિસ્ટિંગથી અત્યાર સુધીના શેરના ડેટા પર નજર નાખીએ તો છેલ્લા છ મહિનામાં LICના શેરમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. અને આ શુક્રવારે રૂ. 613.20 પર બંધ થયો હતો. લિસ્ટિંગ સમયે LICનો એમકેપ રૂ. 6,00,242 કરોડ હતો. જે હવે ઘટીને 3.88 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે.

Zomato નું લિસ્ટિંગ રહ્યું હતું
Zomatoનો IPO 14 જુલાઈથી 16 જુલાઈ, 2022 ણઆ રોજ ખૂલ્યો હતો અને તેને IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. Zomato IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 72 થી રૂ. 76 હતી. BSE પર તેનું લિસ્ટિંગ રૂ. 125.80ની ઇશ્યૂ કિંમત કરતાં 65.59 ટકા વધુ હતું.જો કે લિસ્ટિંગ પછી, ઝોમેટોના શેર 1 નવેમ્બર 2022ના રોજ BSE પર રૂ. 169.10 પર પહોંચી ગયા હતા પણ 27 જુલાઈ, 2022ના રોજ, શેર રૂ. 40.55ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે Zomatoનો શેર રૂ. 62.05 પર બંધ થયો હતો.
Paytmના શેરમાં ઘટાડો
Paytm નો IPO 8 થી 10 નવેમ્બર 2021 દરમિયાન ખૂલ્યો હતો અને કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ રૂ. 2080 થી રૂ. 2150 વચ્ચે રાખી હતી પણ લિસ્ટિંગ સમયે આ શેર BSE પર 9 ટકા તૂટીને ખૂલ્યો હતો અને સાંજ સુધીમાં તે 27 ટકા તૂટીને રૂ. 1,564 પર બંધ થયો હતો. એ દિવસે એક જ દિવસમાં રોકાણકારોને શેર દીઠ રૂ. 586નું નુકસાન થયું હતું. શુક્રવારે તેનો શેર રૂ. 677 પર બંધ થયો હતો. કંપનીના IPOમાં રોકાણ કરનાર દરેક રોકાણકારને હાલમાં શેર દીઠ રૂ. 1,473ની ખોટ ખાઈને બેઠા છે.