ડિલીવરી બાદ પણ 'ફીટ' છે ટીવીની આ અભિનેત્રીઓ, ઓછા સમયમાં વજન ઘટાડીને પ્રશંસકોને ચોંકાવ્યાં

ડિલીવરી બાદ પણ 'ફીટ' છે ટીવીની આ અભિનેત્રીઓ, ઓછા સમયમાં વજન ઘટાડીને પ્રશંસકોને ચોંકાવ્યાં

'મેરી આશિકી તુમસે હી' ની ફેમ સ્મૃતિ ખન્ના વર્ષ 2020માં માં બની હતી. તેમણે લૉકડાઉનમાં 15 એપ્રિલે એક પુત્રીને જન્મ આપ્યો હતો.

પોતાની ડિલીવરીના 10 દિવસ બાદ સ્મૃતિ ખન્નાએ પોતાની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેમનુ ફિગર જોઈને દરેક વ્યક્તિ ચોંકી ગયુ હતુ. તેમણે આટલા ઓછા સમયમાં કેવીરીતે પોતાનો વજન ઘટાડ્યો.

'રબ સે સોના ઈશ્ક'  અભિનેત્રી એકતા કૌલ પણ આ જલ્દી વજન ઘટાડનારી અભિનેત્રીઓમાંથી એક છે. મહત્વનું છે કે એકતા કૌલ 2020માં લોકડાઉન સમયે માં બની હતી. જૂન 2020માં એક પુત્રને જન્મ આપ્યો હતો અને પોતાની ડિલીવરીના થોડા અઠવાડિયામાં તેમણે ઘણો વજન ઉતાર્યો.

'ભાભીજી ઘર પર હૈ'થી લોકપ્રિય થયેલી અભિનેત્રી સૌમ્યા ટંડને પણ પોતાની ડિલીવરી બાદ પોતાના બૉડી ટ્રાન્સફૉર્મેશનથી પ્રશંસકોને ચોંકાવ્યા હતા. સૌમ્યા ટંડન 2019માં માં બની હતી. ડિલીવરી બાદ જ્યારે તેમણે પોતાનુ વર્કઆઉટ, હેલ્ધી ડાયટ અને યોગની ફોટો શેર કરી તો ચાહકો ચોંકી ગયા હતા. તેમણે કેવીરીતે પોતાનો વધારેલો વજન ઘટાડી દીધો.

અભિનેત્રી પૂજા બેનર્જીએ પણ ખૂબ ઓછા સમયમાં પોતાની પ્રેગ્નેન્સી બાદ વજન ઘટાડીને બધાને અચંબિત કરી દીધા હતા. પૂજા બેનર્જીએ એપ્રિલ 2020માં એક પુત્રને જન્મ આપ્યો અને પુત્રના જન્મના છ અઠવાડિયા બાદ જ પૂજાએ પોતાના સ્લિમ લુકમાં ફોટો શેર કરતા બધાને આશ્ચર્ય સર્જાયુ હતુ.

લોકપ્રિય ટીવી અભિનેત્રી છવિ મિત્તલ પણ તેના પુત્રને જન્મ આપ્યાં બાદ ઝડપથી વજન ઘટાડી બધાને ચોંકાવ્યાં હતા.  જો કે, તેમને બીજી વખત માં બનવુ ખૂબ દર્દનાક રહ્યું હતુ. કારણકે અભિનેત્રીને ઘણા બધા હેલ્થ ઈશ્યુથી પસાર થવુ પડ્યુ હતુ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow