તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે

આપણે પોતાના ઘરની અંદર અને બહાર અવાર-નવાર અલગ-અલગ પ્રકારના છોડ લગાવીએ છીએ. આ છોડ ઘરમાં હરિયાળી તો લાવે છે પરંતુ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ગુલાબના ફૂલ અંગે ઘણી મહત્વની વાતો જણાવવામાં આવી છે. વાસ્તુ મુજબ ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે. જે લોકોના બનતા કામ બગડી જતા હોય છે,

તેઓ જો ગુલાબના ફૂલના ઉપાય કરી લે તો જીવનને સરળ બનાવવામાં વધુ સરળતા પડે છે. આજે અમે ગુલાબ સાથે જોડાયેલા અમુક વિશેષ ઉપાયો અંગે તમને જણાવીએ છીએ.  

ગુલાબના ફૂલના ઉપાય

મનોકામના પૂર્ણ કરવા માટે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટથી બચવા માટે શનિવારે મંદિરમાં જઇને હનુમાનજીને ચોલા, સિંદૂર અને તેલ અર્પણ કરો. આ સાથે તેમને ગુલાબના ફૂલોની માળા પહેરાવીને મગના લાડુનો ભોગ ધરાવો.

સતત 7 શનિવાર સુધી આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

સુખ-સમૃદ્ધી માટે ઉપાય

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે તો શુક્રવારના દિવસે મંદિરમાં જઇને માં લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો.

સતત 11 શુક્રવાર સુધી આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધવા લાગે છે અને નોકરી-વેપારમાં પ્રગતિ થાય છે. આ સાથે પરિવારમાં પણ એકતા વધે છે.  

ઉતરી જાય છે વધેલુ દેવુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની ઉપર દેવુ થયુ છે તો તે ગુલાબના ફૂલના ઉપાય કરીને તેમાંથી મુક્તિ મેળવી શકે છે.  

જેના માટે તમે આરતીના સમયે ગુલાબના ફૂલની ઉપર કપૂર રાખીને પ્રગટાવી દો અને બાદમાં આ ફૂલને માં લક્ષ્મીને અર્પણ કરો. કહેવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ધીરે-ધીરે દેવાનો બોઝ ઓછો થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow