આ ત્રણ કારણોના લીધે તમારૂ બાળક થઈ શકે છે કેન્સરનો શિકાર, જાણો તેનાથી બચવાની રીત

આ ત્રણ કારણોના લીધે તમારૂ બાળક થઈ શકે છે કેન્સરનો શિકાર, જાણો તેનાથી બચવાની રીત

કેન્સરની બિમારી ધીરે ધીરે એક મહામારીનું રૂપ લઈ રહી છે. જો અત્યારથી આ રોગને કંટ્રોલ ન કરવામાં આવ્યો તો દેશની આબાદીનો એક મોટો ભાગ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે મોટાની સાથે સાથે બાળકો પણ હવે કેન્સરનો શિકાર થઈ રહ્યા છે.

ભોજનની ખોટી આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આમ થઈ રહ્યું છે. ભારતમાં દર વર્ષે બાળકોમાં કેન્સરના લગભગ 50 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. બાળકોમાં કેન્સર કેમ ફેલાય છે અને તેના લક્ષણ શું છે. તેના વિશે એક્સપર્ટ્સ પાસેથી જાણીએ.

બાળકોની લાઈફસ્ટાઈલમાં થઈ રહ્યો છે ફેરફાર
એક્સપર્ટ અનુસાર બાળકોની ભોજનની આદતોમાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યો છે. તે હેલ્ધી ડાયેટ નથી લઈ રહ્યા અને જંક ફૂડની તરફ વધી રહ્યા છે. જેના કારણે શરીરમાં બીમારી થઈ રહી છે. જન્મથી લઈને 14 વર્ષની ઉંમર સુધી બાળકોમાં કેન્સરના કેસ જોઈ શકાય છે. ચિંતાની વાત એ છે કે સમય પર તેના લક્ષણોની ઓળખ પણ નથી થઈ રહી. જેના કારણે બીમારી વધતી જઈ રહી છે.

આ કારણે પણ થઈ શકે છે બાળકોમાં કેન્સર
બાળકોમાં કેન્સર થવાનું એક મોટુ કારણ જીન્સ સાથે રિલેટેડ છે. ઘણા કેસોમાં બાળકમાં કેન્સરની જાણકારી મુશ્કેલીથી મળે છે. પરંતુ અમુક લક્ષણોથી તેની જાણકારી મેળવી શકાય છે. પરંતુ એ જરૂરી છે કે આ સમયે ડોક્ટરનો સંપર્ક તરત કરો.

જો દવા લેવાના થોડા અઠવાડિયા બાદ પણ મુશ્કેલી ઓછી ન થઈ રહી હોય તો ઓન્કોલોજીસ્ટનો સંપર્ક કરો. એવું એટલા માટે કારણ કે કેન્સરના કેસમાં જેટલું જલ્દી બિમારીની જાણકારી મળે સારવાર કરવામાં તેટલી જ સરળતા થશે. પરંતુ જો તમે બેદરકારી કરી અને કેન્સર એન્ડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે તો દર્દીને ખૂબ જ મુશ્કેલી થઈ શકે છે.

બાળકોમાં કેન્સરના આ છે લક્ષણ

  • ભૂખ ઓછી લાગવી
  • અચાનક વજન ઓછુ થવું
  • મોટાભાગે માથામાં દુખાવો થવા
  • ખૂબ વધારે લોહી આવવું
  • ઘાનું સરળતાથી ન રૂઝાવવું
  • કમાળાની ફરિયાદ થવી

બાળકોને કયા કેન્સર થવાનો છે ખતરો?

  • બોન કેન્સર
  • લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર
  • બ્રેઈન ટ્યુમર
  • ન્યૂરોબ્લાસ્ટોમા
  • વિલ્મસ ટ્યુમર

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow