ડેન્ગ્યુ અને કોરોનાના આ લક્ષણો છે એક જેવા, જાણો તમે કઈ રીતે કરી શકો બન્ને વચ્ચે અંતર

ડેન્ગ્યુ અને કોરોનાના આ લક્ષણો છે એક જેવા, જાણો તમે કઈ રીતે કરી શકો બન્ને વચ્ચે અંતર

આ સમયે કોરોના વાયરસ, ડેન્ગ્યુ અને વાયુ પ્રદુષણે એકસાથે આપણા બધાના સ્વાસ્થ્ય માટે ઘાતક સ્થિતિ સર્જી છે. ખાસ કરીને દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી છે અને નવેમ્બરમાં ડેન્ગ્યુના 295 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને કોવિડના ઘણા લક્ષણો સમાન છે. જેમ કે તાવ, શરદી, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો. તો આ બન્ને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય?

‌                                                          ડેન્ગ્યુના ચેતાવણીના સંકેત

  • અમેરિકાન સીડીસી અનુસાર, ડેન્ગ્યુના લક્ષણ:
  • સતત ઉલ્ટી થવી
  • મ્યુકોસલ બ્લીડિંગ
  • શ્વાસ લેવામાં મુશ્કેલી
  • થાક કે બેચેની
  • લિવરનો આકાર વધવો

કોવિડ-19ના લક્ષણ

  • આ લિસ્ટ ઉપરાંત પણ કોવિડ-19ના ઘણા લક્ષણ હોય છે. કોરોના દરેક વ્યક્તિને અલગ પ્રકારે સંક્રમિત કરે છે.

કોવિડ અને ડેન્ગ્યુમાં સંક્રમણના લક્ષણ કેટલા દિવસમાં જોવા મળે છે?

ડેન્ગ્યુથી સંક્રમિત થવા પછી 3થી 10 દિવસોમાં દર્દીને લક્ષણ જોવા મળી શકે છે. ત્યાં જ કોવિડના મામલામાં 14 દિવસ સુધી લાગે છે. સામાન્ય રીતે સંક્રમણના લપેટામાં આવ્યા બાદ લક્ષણ 4થી 5 દિવસમાં જોવા મળે છે.

કોવિડ-19નો તાવ ડેન્ગ્યુથી કઈ રીતે છે અલગ? ‌‌આ બન્ને સંક્રમણોમાં તાવ અલગ પ્રકારનો આવે છે. કોવિડમાં સામાન્ય રીતે તાવ હલકો અથવા તેનાથી થોડો વધારે હોય છે. જેને ડોક્ટરની બનાવેલી દવાઓ, હેલ્ધી ડાયેટ અને હાઈડ્રેશનથી ઘર પર જ મેનેજ કરી શકાય છે. ત્યાં જ ડેન્ગ્યુના મામલામાં તાવ ખૂબ જ વધારે આવે છે. જેના માટે તરત મેડિકલ હેલ્પની જરૂર પડે છે. આ ઉપરાંત ડેન્ગ્યુમાં તાવ સતત રહે છે. જ્યારે કોવિડમાં આવતો જતો રહે છે.

ડેન્ગ્યુ અને કોવિડ સંક્રમણની જાણકારી કેવી રીતે મળશે?‌‌આ બંને રોગોના આવા ઘણા લક્ષણો છે, જે સમાન છે. ડૉક્ટરો પણ માત્ર લક્ષણો જોઈને ઈન્ફેક્શનનું કારણ કહી શકતા નથી. તેથી, કોવિડ અને ડેન્ગ્યુ માટે હંમેશા ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી ચેપની પુષ્ટિ થઈ શકે.

‌‌

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow