આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આમળા એક એવુ ફૂડ છે જે દરેક ઋતુમાં ખાઈ શકાય છે. બીજી તરફ આમળાને સ્વાદ, સ્વાસ્થ્યથી સમૃદ્ધ માનવામાં આવે છે. આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે આમળાનું સેવન મોટાભાગના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળામાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા ગુણો હોય છે.

પરંતુ આમળા કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જી હા, કેટલાક લોકો માટે આમળાનું સેવન ફાયદાકારક નહીં પરંતુ નુકસાન કારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?

આ લોકોએ ન કરવું જોઈએ આમળાનું સેવન
લો બ્લડ સુગર
લો બ્લડ સુગર ધરાવતા દર્દીઓએ આમળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. આવું એટલા માટે  કારણ કે આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે લો બ્લડ શુગરના દર્દી છો તો આમળાનું સેવન કરવાનું ટાળો.

એસિડિટી
જો તમે એસિડિટીની ફરિયાદ છે તો તમારે આમળાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમળામાં વિટામિન સીની માત્રા મળી આવે છે જે હાઈપર એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટીની ફરિયાદ છે. તો આમળાનું સેવન કરવાની ભૂલ ના કરશો.

સર્જરી
જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય તો થોડા દિવસો સુધી આમળાનું સેવન ટાળો. આ એટલા માટે છે કારણ કે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. તેથી તમારે આમળાનું સેવન ટાળવું જોઈએ.

ડિહાઈડ્રેશન
જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો આમળાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow