તમારી આ આદતો બની શકે છે કિડની ફેલનું કારણ, આજથી જ બદલી નાખો નહીં તો બાદમાં પસ્તાશો

તમારી આ આદતો બની શકે છે કિડની ફેલનું કારણ, આજથી જ બદલી નાખો નહીં તો બાદમાં પસ્તાશો

કિડની આપણા શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તેનું મુખ્ય કામ આપણા શરીરમાંથી ગંદકીને ગાળીને તેને બહાર કાઢવાનું છે. જો આ અંગ યોગ્ય રીતે કામ કરતું નથી અથવા નિષ્ફળ જાય છે, તો આપણા શરીરમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે.

જેના કારણે વિવિધ રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. કિડની ફેલ થવાના કિસ્સામાં આપણે ડાયાલિસિસનો આશરો લેવો પડે છે. શું તમે જાણો છો કે કોઈની પોતાની ખરાબ આદતોને કારણે કિડની ફેલ થઈ શકે છે, તો ચાલો જાણીએ કે આપણે તેનાથી કેવી રીતે બચવું જોઈએ.

કિડનીને ખરાબ કરે છે આ આદતો
હાલના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે ક્યાંક ને ક્યાંક આપણી કિડનીને નુકસાન થઈ રહ્યું છે અને દુઃખની વાત એ છે કે આપણને આ ભૂલો વિશે જાણ પણ નથી.

લાંબા સમય સુધી પેશાબ રોકવો
સામાન્ય રીતે જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ અથવા સવારે મોડા સુધી બેડ પરથી ઉભા ન થઈએ ત્યારે આપણે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો પડે છે. પરંતુ આમ કરવાથી કિડની પર દબાણ આવે છે જે ખતરનાક છે.

પાણી ઓછુ પીવું
આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે. તેથી દિવસભર શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના કારણે શરીરના તમામ અંગો યોગ્ય રીતે કામ કરી શકે છે. જો શરીરમાં પાણીની ઉણપ હશે, તો ઝેરી તત્વો બહાર નીકળી શકશે નહીં, કિડની માટે ગંદકી સાફ કરવી મુશ્કેલ બનશે. જેના કારણે કિડની સ્ટોન થવાની શક્યતા પણ વધી જાય છે.

કિડની ખરાબ કરતુ ફૂડ
કિડનીની હેલ્થ બગડવા માટે આપણો આહાર મોટાભાગે જવાબદાર છે. તેથી માત્ર હેલ્ધી વસ્તુઓ જ ખાવાનો પ્રયાસ કરો જેમ કે લીલા શાકભાજી, તાજા ફળો, ફળોના રસ અને અનહેલ્ધી ખોરાક ટાળો. જો તમે બેકન, સોસેજ, હોટ ડોગ્સ, રેડ મીટ અને બર્ગર, પેટીસ, પિઝા અને પ્રોસેસ્ડ વસ્તુઓ ખાઓ છો, તો તેનાથી કિડનીને ઘણું નુકસાન થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow