શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ શિયાળામાં ઉધરસ, શરદી અને તાવ જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે અને એવામાં આવી બીમારીથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ આવી બીમારીઓ બચવા માટે ખાવા-પીવામાં વધુ કાળજી લેવાની જરૂર છે. શિયાળામાં શરદીથી બચવા માટે અમુક ફળોનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને એ ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આજે અમે તમને શિયાળામાં કયા ફળોને ડાયટમાં સામેલ કરવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નાસપતી - શિયાળાની ઋતુમાં નાસપતી ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. શિયાળાના આ ફળમાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે સાથે જ આ ફળ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. નાસપતી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.

સફરજન- સફરજનનું સેવન પાચન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સાથે જ સફરજન કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જણાવી દઈએ કે રોજ એક સફરજનનું સેવન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહો છો.

જામફળ- શિયાળામાં કે ઠંડીની ઋતુમાં જામફળનું સેવન કરવું ઘણું લાભદાયક છે. જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ જામફળના સેવનથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ રાહત મળે છે.

દાડમ - દાડમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. સાથે જ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. શિયાળામાં દાડમના રસનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow