સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી ઓછાં નથી આ ફ્રૂટ્સ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી ઓછાં નથી આ ફ્રૂટ્સ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળોમાં રહેલા પોષક તત્વો આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે તમે ક્યા ફળોને આહારમાં સામેલ કરી શકો છો.

ફળો  આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ એવા ક્યા ફળ છે જેનો તમારે આહારમાં સમાવેશ કરવો જોઈએ.

દાડમ- દાડમમાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓકિસટન્ડ ગુણધર્મો છે. તેમાં આર્યન, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. જે શરીરમાં લોહિની ઉણપ થવા દેતા નથી.

પીચ- પીચ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે થાક અને સુસ્તી દૂર કરે છે.

કાળી દ્રાક્ષ- કાળી દ્રાક્ષમાં ફાઈબર, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં વિટામિન સી હોય છે. આ ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે શરીરમાં કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પપૈયું- પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તમે પપૈયાનું સેવન સલાડ અથવા જ્યુસનાં રૂપમાં કરી શકો છો. તેનું સેવન તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow