મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

આ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો

પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

મીઠુ- વાસ્તુ મુજબ મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.

સોય- વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.

રૂમાલ- આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.

લોખંડ અને તેલ- આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવુ કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow