Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Google

google પર સૌથી વધારે સર્ચ થઇ આ બીમારીઓ અને નુસખા

Gujaratnow2 min read
google પર સૌથી વધારે સર્ચ થઇ આ બીમારીઓ અને નુસખા

કોરોનાથી બચવા માટે લોકોએ અનેક સવાલ ગુગલને કર્યા

ગુગલ આપણી નાનીથી લઇને મોટી સમસ્યાઓનો ઉકેલ છે. જ્યારે પણ આપણને કોઈ સવાલનો જવાબ જોઇએ છીએ ત્યારે આપણે ગુગલનો સહારો લઈએ છીએ. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલને બધી ખબર છે તો કોરોના કાળમાાં પણ જ્યારે લોકો પ્રતિબંધમાં હતા ત્યારે લોકો ઈન્ટરનેટનો જ સહારો લેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોનાથી બચવા માટે લોકોએ અનેક સવાલ ગુગલ પર સર્ચ કર્યા.

ગુગલમાં આ વર્ષે સર્ચ કરવામાં આવેલી આ બિમારીઓના નુસખા

ઑક્સિજન વધારવાના નુસખા: કોરોનાકાળ દરમ્યાન ઓક્સિજનની કમીને કારણે લોકોનો જીવ જતો હતો. એવા સમયે લોકોએ સર્ચ એન્જિન ગુગલ પર ઓક્સિજન વધારવાના તમામ નુસખા સર્ચ કર્યા.

તાવના નુસખા: કોરોના સમયે લોકોએ તાવને લઇને પણ ખૂબ સર્ચ કર્યુ. ઉલ્લેખનીય છે કે લોકોએ તાવમાંથી સાજા થવા માટે ઘણા પ્રકારના ઘરેલુ નુસખાને સર્ચ કર્યા.

ઈમ્યુનિટી: કોરોના સમયે ઈમ્યુનિટી પર સૌથી વધારે ભાર હતો. આ દરમ્યાન લોકોએ ઈમ્યુનિટી વધારનારા ઉકાળાને પણ ગુગલ પર ખૂબ સર્ચ કર્યા. કોરોના દરમ્યાન ઈમ્યુનિટી વધારીને બચાવ કરવો વધુ સરળ રહ્યો.

ગળાની ખરાશ: ગળામાં કોઈ પણ પ્રકારની ખરાશ હોવી પણ ડૉકટર્સને કોરોનાના લક્ષણોમાં માનવામાં આવતી હતી. કોરોના દરમ્યાન લોકો ખરાશ અને ખાંસી જેવી સમસ્યા સામે લડી રહ્યાં હતા. તો તેનાથી બચવાના ઘરગથ્થુ નુસખા અંગે સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું.

દૂધ અને હળદર: હળદર ઈમ્યુનિટી વધારવા અને શરદી-ઉધરસ અને હાર્ટમાં જામેલા કફમાંથી છૂટકારો અપાવવામાં કારગત છે. તેમાં anti-inflammatory ગુણ હોય છે, જે ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે.

તુલસીનુ પાણી: કોરોના દરમ્યાન તુલસીનુ પાણી પણ વધુ સર્ચ કરવામાં આવ્યું હતુ. તુલસીને હુંફાળા પાણીમાં ઉકાળીને તેનુ સેવન કરવાથી તેનાથી ઉધરસની સમસ્યા સારી થાય છે.

Gujaratnow2 min read

Related News