બીમારી સામે શરીરને લડવાની તાકાત આપે છે આ 5 મસાલા, આજથી કરો ડાયેટમાં સામેલ

બીમારી સામે શરીરને લડવાની તાકાત આપે છે આ 5 મસાલા, આજથી કરો ડાયેટમાં સામેલ

આપણી રોગપ્રતિકારક શક્તિ કોષ, પેશીઓ, અંગો અને પદાર્થોના એક જટિલ નેટવર્કથી બનેલી છે , જે સંક્રમણ અને અન્ય બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.  

જો કે હવામાનમાં બદલાવ, વાયુ પ્રદૂષણમાં વધારો અને ફ્લૂના વધતા જતા કેસોને લીધે આપણી રોગપ્રતિકારક શક્તિ પર દબાવ પડે છે.  

જલ્દી     બીમાર પડવું, તણાવનું પ્રમાણ વધવું, ઈજા થઈ હોય તો તેમાં રૂઝ આવતા વાર લાગવી, વારંવાર શરદી અને ઉધરસ થવી, આ તમામ નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો છે.  

દવાઓ આપણા સ્વાસ્થ્યને સુધારવામાં ઘણી મદદ કરે છે પરંતુ ઘરેલું ઉપચાર પણ કુદરતી રીતે તમારી સમસ્યાને દૂર કરવામાં કામ કરે છે.  

જીરું
જીરું એક મસાલો છે જે cuminum cyminum નામના છોડમાંથી મળે છે. જીરું એન્ટીઑકિસડનટોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જે હેલ્દી સેલ્સ પર એટેક કરનારા નાના-નાના ફ્રી રેડિકલ્સને ખતમ કરવામાં મદદ કરે છે. આ સિવાય જીરુંમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તે ન માત્ર જમવામાં સ્વાદમાં સુધારો લાવે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

હળદર
ભારતીય કિચનમાં હળદરનો ઉપયોગ દરરોજ કરવામં આવે છે. તે ન માત્ર જમવાને સ્વાદ અને રંગ આપવાનું કામ કરે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું કમ્પોનેંટ હોય છે, જેમાં સંક્રમણ અને બીમારીઓ સામે લડવા માટે એન્ટિવાયરલ ગુણ મળી આવે છે. તે એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ફંગલ, એન્ટિ-માઇક્રોબાયલ ગુણોથી પણ ભરપૂર છે, જે ઈન્ફેક્શનને દૂર રાખે છે.

અજમો
જમવામાં સ્વાદના સુધારા માટે અજમાનો ઘણો ઉપયોગ થાય છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે શરીરમાં સોજાને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેનું સેવન કરવું સરળ છે અને સાથે જ તે પાચન અને ગેસ્ટ્રિકની સમસ્યાને પણ દૂર કરે છે.

લવિંગ
લવિંગ એન્ટીઓકિસડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. જે રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ આપવાનું કામ કરે છે. તે વિટામિન-ઇ, વિટામિન-સી, રિબોફ્લાવિન, વિટામિન-એ, થિયામીન, વિટામિન-ડી, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જે તમારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં મદદ કરે છે.

કાળા મરી
કાળા મરી તમારી રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે. વેબએમડી અનુસાર તેના એક્ટિવ કમ્પાઉંડ વ્હાઈટ સેલ્સને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેનો ઉપયોગ તમારું શરીર બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે કરે છે, જેથી તમે સંક્રમણથી બચી શકો છો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow