આજથી થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર: સીધી જ તમારા ખિસ્સા પર થશે અસર, ગાડી ખરીદવાથી લઇને હવે ATM....

આજથી થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર: સીધી જ તમારા ખિસ્સા પર થશે અસર, ગાડી ખરીદવાથી લઇને હવે ATM....

આ સિવાય PNBએ ATMમાંથી પૈસા કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. અમે તમને આજથી થઇ રહેલા 5 એવા ફેરફાર અંગે જણાવીએ છીએ જેની સીધી અસર તમારા પર પણ થશે.

હીરોના વ્હીકલ મોંઘા થયા

હીરો મોટોકૉર્પની ગાડી ખરીદવી મોંઘી થઇ ગઇ છે. કંપનીએ 1 ડિસેમ્બરથી ટુ-વ્હીલરની કિંમતમાં 1500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જેનાથી હીરો ડીલક્સ, સ્પેલન્ડર અને પેશન સહિત અન્ય વ્હીકલ મોંઘા થયા છે. બધા વાહનની કિંમતમાં અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે.

PNB ATMમાંથી પૈસા નિકાળવાના બદલાયા નિયમ

પંજાબ નેશનલ બેંકે ATMમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે મશીનમાં કાર્ડ નાખ્યા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ પ્રાપ્ત થશે. જેને તમારી ATMની સ્ક્રીન પર નોંધવા પડશે. ત્યારબાદ કેશ નિકળશે.

અઠવાડિયામાં 5 દિવસ ખુલશે રાષ્ટ્રપતિ ભવન

હવે રાષ્ટ્રપતિ ભવન અઠવાડિયામાં 5 દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લુ રખાશે. સામાન્ય નાગરિકો બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાષ્ટ્રપતિ ભવન ફરવા આવી શકે છે. લોકો માટે દરરોજ પાંચ સમય નક્કી કરવામાં આવ્યાં છે. જેના પર નાગરિકો રાષ્ટ્રપતિ ભવનનો પ્રવાસ કરી શકે છે. આ સમય 10 થી 11 વાગ્યા સુધી, 11 થી 12 વાગ્યા સુધી, 12 થી 1 વાગ્યા સુધી અને 2 થી 3 વાગ્યા સુધીનો સમય રહેશે.

દિલ્હીની ખાનગી શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ

દિલ્હીની ખાનગી શાળામાં 1 ડિસેમ્બરથી નર્સરી અને પ્રથમ ધોરણમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ જશે. દિલ્હીમાં શૈક્ષણિક સત્ર 2023-24ની બેઠકો માટે શિક્ષણ નિર્દેશાલયે કાર્યક્રમ જાહેર કર્યો છે.

IPPBએ ટ્રાન્જેક્શન ચાર્જિસને રિવાઈઝ કર્યા

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્જેક્શન ચાર્જિસને રિવાઈજ કર્યા છે. જે હેઠળ ગ્રાહકોને 1થી વધુ ટ્રાન્જેક્શન આપવા પર ચાર્જ ચૂકવવો પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow