મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત મળવાના અણસાર છે. દેશ-દુનિયાના બેન્કિંગ નિષ્ણાતો અને નાણાકીય સંસ્થાઓના મતે ભારતમાં રિટેલ મોંઘવારી દર 6% કરતા નીચે રહેશે.

બીજી તરફ આર્થિક વિકાસદર થોડો ઘટવાની આશંકા છે. દરમિયાન RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. જેને કારણે લોન સસ્તી થશે. RBIએ રેપોરેટ 6.50% પર યથાવત્ રાખ્યા છે, જે વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. SBI ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, RBIના તાજેતરના નિર્ણય પહેલા આશંકા હતી કે ઉચ્ચ વ્યાજદરો લાંબા સમય સુધી યથાવત્ રહેશે. પરંતુ હવે આશા છે કે આગામી કેટલાક મહિના દરમિયાન વ્યાજદરોમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં કાપનો સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહેશે. જો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉદ્દભવશે તો તેની અસર ભારત પર પણ જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વ્યાજદરોમાં વધુ ઘટાડાની સંભાવના છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow