સૂત્રો અનુસાર RBIએ એક ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2016ની નોટબંધી બાદથી ભારતીય માર્કેટમાં રોકડ કેશનો પ્રવાહ ડબલ એટલે કે બેગણો થયો છે. એનો અર્થ એ થાય છે કે બજારમાં ચલણી નોટોની ઓછપ પડશે નહીં. રોકડ પૈસાનો પ્રવાહ આશરે 2 ગણો વધ્યો છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ડેવેલોપ થયાં છતાં પણ આજે લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે.
નોટબંધીનાં 6 વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડનો પ્રવાહ બેગણો થઇ ગયો છે. નાણા મંત્રાલયે આજે સંસદને જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં કુલ રોકડનું મૂલ્ય 2016ની સરખામણીમાં 89% વધીને 31,05,721 કરોડ રૂપિયા થયું છે.
2022માં રોકડનું પ્રચલન 44% વધ્યું
મંત્રાલય દ્વારા આજે લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવેલ આંકડાઓ અનુસાર માર્ચ 2022માં નોટોનાં પ્રચલનની સંખ્યાનાં સંદર્ભમાં રોકડ 44% વધીને 1,30,533 મિલિયન થઇ ગયેલ છે. મંત્રાલયે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે 2016માં રોકડ રૂપિયાનું મૂલ્ય16,41,571 કરોડથી 20% જેટલું ઘટીને 2017માં 13,10,193 કરોડ રૂપિયા થઇ ગયું હતું. જો કે 2018થી તમામ વર્ષોમાં આંકડાઓમાં વૃદ્ધિ જ જોવા મળી છે.




