પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

પાર્ટનર સાથે અણબનાવ થશે દૂર! વાસ્તુ અનુસાર હોળી પર કરી લો આ ઉપાય, સાત જન્મો સુધી સલામત રહેશે જોડી

ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે  હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. ભારતમાં હોળીની ધૂમ જોઈને બીજા દેશોથી પણ પર્યટકો આવે છે.

બનારસ, મથુરા અને વૃંદાવનની હોળી દુનિયાભરમાં ફેમસ છે. હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળી પ્રેમ શેર કરવાનો તહેવાર છે.  

દરેક લોકો મતભેદ ભૂલીને એક-બીજાને આ દિવસે રંગ લગાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળીના તહેવાર પર નાની નાની વસ્તુઓ કરવા પર તમારૂ તમારો તમારા પાર્ટનર સાથે સંબંધ વધારે મજબૂત થઈ જાય છે.  

જો હાલમાં તમારા પાર્ટનર સાથે મતભેદ ચાલી રહ્યા છે તો આ હોળી પર વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો પર જરૂર ધ્યાન આપો. આ તમારા સંબંધમાં પ્રેમને વધારશે.

હોળી પર કરી લો આ ઉપાય
હોળીને ભગવાન કૃષ્ણ અને રાધા સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રોના જાણકારોએ જણાવ્યું છે કે જો તમારા સંબંધમાં મિઠાસ નથી તો તેને પાછી લાવવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાના મંદિરમાં જઈને પૂજા કરો.

આમ કરવાથી તમારો તમારા સાથી પર પ્રેમ વધારે ઉંડો થઈ જશે અને તમારો સંબંધ પહેલાથી વધારે મજબૂત થઈ જશે. મંદિરમાં પૂજા કર્યા બાદ ભગવાન કૃષ્ણના ચરણોમાંથી થોડુ ગુલાલ લઈ તેને રોજ તમારા માથા પર લગાવો. તેનાથી તમારી લવ લાઈફ સારી જશે.

પતિ-પત્ની કરો આ કામ
પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારવા માટે હોળીના દિવસે વધુ એક ઉપાય કરી શકાય છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે હોળીના દિવસે ગૌ માતાને લીલુ ઘાસ ખવડાવવાથી તેમના પર દેવતાઓની કૃપા વરસશે અને તમારી લવ લાઈફ સુંદર થઈ જશે. ગૌ માતાને ઘાસ ખવડાવવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે જેના કારણે ઘરમાં થતા ઝગડા દૂર થઈ જશે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow