વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

નેશનલ હાઇવે નંબર-48ને છ માર્ગીય સુપર હાઇવે બનાવવામાં આવ્યો છે. આ હાઇવે પરના ગામના પાટિયા પર બ્રિજ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. ત્યારે વસો તાલુકાના ઝારોલ પાટિયા નજીક હાઈવે પર બ્રિજ કે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેથી ગ્રામજનોને જાનનું જોખમ ખેડી રોંગ સાઈડ એ અવર-જવર કરવી પડતી હોઇ ભારે હાલાકી વેઠવી પડે છે. અમદાવાદથી વડોદરા તરફના નેશનલ હાઇવે નંબર-48 પર ઓવરબ્રિજ તેમજ અન્ડરબ્રીજની બાજુમાં નજીકના ગામ શહેર જવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવા મજબૂર
નાના મોટા વાહનો નોન સ્ટોપ પસાર થવામાં સરલતા રહે છે. નડીયાદ થી ખેડા તરફના હાઇવે પર ડભાણ, દાવડા, છઠ્ઠામાઈલ રધવાનજ ચોકડી પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજની બંને બાજુ નજીકના ગામ કે શહેર જવા સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી છે. પરંતુ નેશનલ હાઇવેના સત્તાધીશો દ્વારા વસો તાલુકાના ઝારોલ ગામના પાટિયા પર ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. આમ ઝારોલના ગ્રામજનોને અવર જવર માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો ન હોય વાહનચાલકોને દાવડા કે છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવી પડે છે.

ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા
આ ઉપરાંત શાળા કોલેજ કે ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુસાફરોને એસટી બસ સુવિધા મેળવવા માટે બે કિ.મી ચાલીને દાવડા કે છઠ્ઠા માઈલના સ્ટેન્ડ પર જવું પડે છે. ઘણી વખત રોંગ સાઇડ પરથી પસાર થતાં ગ્રામજનો અકસ્માતનો ભોગ પણ બનતા હોઇ છે.આ ઉપરાંત આગ અકસ્માત જેવા પ્રસંગે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહન માટે ઝારોલ ગામમાં જવાની સમસ્યા સર્જાય છે. આમ હાઇવે ઓથોરીટીના સત્તાધીશોના અણધડ આયોજનના કારણે ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સત્તાધિશો દ્વારા ઝારોલના ગ્રામજનોને સર્વિસ રોડ,બ્રિજના અભાવે પડતી મુશ્કેલીનું નિવારણ કરવા માંગણી ઉઠવા પામી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow