દક્ષિણ બેઠક પર પર વૃદ્ધના નામે બોગસ વોટિંગ થયું હોવાનું આક્ષેપ

રાજકોટ શહેરમાં બોગસ વોટિંગ થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યાં વિવેકાનંદ કોલેજ જૂની કેશવ વિદ્યાલય ખાતે કોટડીયા રાજેશભાઇ લખમણભાઈ નામના મતદાર મત આપવા પહોંચ્યા હતા. એ વખતે ફરજ પરના સ્ટાફે તેમનો મત અપાઈ ચુક્યો હોવાનું કહેતા તેઓ અચરાજમાં મુકાઈ ગયા હતા અને જવાબદાર અધિકારીઓને આ વાતની ફરિયાદ કરી હતી. જેથી દક્ષિણ બેઠક પરના આ બોગસ વોટિંગ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
ગોંડલમાં મતદારોની ભીડ જોવા મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આજે, સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના મનગમતા ઉમેદવારોને મત આપી રહ્યા છે. હાલ ગોંડલના ગુંદાળા રોડ પર ગણેશનગર વિસ્તારમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ગંગોત્રી સ્કૂલ ખાતે મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લી એક કલાક સમયમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.