પર્સમાં છુપાયેલો છે ખુશીઓનો ખજાનો, નવા વર્ષમાં વોલેટમાં મુકી દો આ વસ્તુ, આખુ વર્ષ થશે ધનવર્ષા

જીવનને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બનાવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે છે. વાસ્તુમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે. જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ કારણે તેમની કૃપા હંમેશા બની રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે. આ માટે નવા વર્ષ પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી સમગ્ર વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.

પર્સમાં ન રાખો ફાટેલી નોટ
વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે ફાટેલી નોટ ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. તેમજ નકામા કાગળ કે બ્લેડ વગેરે ન રાખો, આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ધનની કમી રહે છે. કહેવાય છે કે પર્સમાં ક્યારેય પણ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. તેઓ તમને ગમે તેટલા પ્રિય હોય. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
પર્સમાં રાખો દેવી લક્ષ્મીનો બેઠેલો ફોટો
વાસ્તુ અનુસાર પર્સમાં દેવી લક્ષ્મીનો બેઠો ફોટો રાખવાથી પણ ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. જણાવી દઈએ કે પર્સમાં લક્ષ્મીજીનો બેઠો ફોટો રાખવાથી ધનની દેવી સ્થાઈ રીતે નિવાસ કરે છે અને ક્યાંય જતી નથી.

લાલ રંગના કાગળ પર લખો ઈચ્છા
વાસ્તુના નિયમો અનુસાર લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખો અને તેને રેશમના દોરાથી બાંધી બાદમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે તેને તમારા પર્સમાં રાખો. તેનાથી આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
આ સિવાય જો ઘરમાં બરકત ન હોય અથવા ખર્ચાઓથી ખિસ્સું ખાલી થઈ ગયું હોય તો પર્સમાં ચોખાના થોડા દાણા રાખો. તેનાથી કારણ વગરના ખર્ચમાંથી રાહત મળશે. હિંદુ ધર્મમાં ચોખાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

નવો ચાંદી કે સોનાનો સિક્કો પર્સમાં મુકો
નવા વર્ષે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વાસ્તુમાં કેટલીક વસ્તુઓ કહેવામાં આવી છે. તેને પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બને છે. નવા વર્ષ પર તમારા પર્સમાં નવો સોના કે ચાંદીનો સિક્કો રાખો. પહેલા આ સિક્કાને મા લક્ષ્મીના ચરણ સ્પર્શ કરાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો. તેનાથી ધનની દેવી પ્રસન્ન થશે અને વ્યક્તિની પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે.