ગોલ્ડ ટ્રેડિંગ કેસમાં સીઆઇડીને તપાસ સોંપાય તેવી શક્યતા વધી

ગોલ્ડ ટ્રેડિંગ કેસમાં સીઆઇડીને તપાસ સોંપાય તેવી શક્યતા વધી

ભરૂચના નિવૃત્ત શખ્સને ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઇ કરનાર ટોળકીના 6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં છે. ત્યારે તપાસના પ્રથમ ચરણમાં ટીમે ભેજાબાજોએ 30 કરોડ અને બીજા ચરણમાં 120 કરોડ મળી કુલ 150 કરોડથી વધુની રકમની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતાં તેઓને હાલમાં સબજેલમાં ધકેલી દેવાયાં છે. જોકે, સાયબર ક્રાઇમની ટીમની તપાસ હજી ચાલી રહી છે.

6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં
દેશના અન્ય રાજ્યોમાં પણ ટોળકીએ લોકોને ઠગ્યા હોવાનુ પ્રાથમિક તબક્કે જણાયું છે. ત્યારે સમગ્ર નેટવર્ક દુબઇમાં બેઠા બેઠા મુળ સુરતનો અનવર તેમજ તેનો સાથી મેક્સ ચલાવી રહ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ભેજાબાજો દ્વારા ગરીબ - શ્રમજીવીઓને ટાર્ગેટ કરી તેમને 25 હજારની લોન અપાવવાની લાલચે તેમના નામે બે-ત્રણ સિમકાર્ડ લેવા સાથે તેમના બેેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કમાંથી મળતી એટીએમ, પાસબુક તથા ચેક સહિતની કિટ પણ લઇ લીધા બાદ તેમના એકાઉન્ટમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતાં હતાં.

ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
ત્યારે બેન્કમાંથી માત્ર હેડ ઓફિસમાંથી જ વિગતો મળી શકે તેમ હોઇ ભરૂચ પોલીસ હાલમાં માત્ર પ્રથમ અને બીજા ચરણની તપાસમાં જ છે. ત્યાં ભેજાબાજો રૂપિયા કેવી રીતે ઉપાડી લેતાં હતાં. અંતિમ તબક્કો હજી જાણી શકાયો નથી. જેના પગલે મામલામાં હવે સીઆઇડીને તપાસ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow