યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી આપઘાત કર્યો

યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી આપઘાત કર્યો

રાજસ્થાનના ભરતપુરમાં એક યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. યુવકના મોત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં એવું જોવા મળે છે કે તે પહેલા એક છોકરીને ગળે લગાવે છે, પછી તેના હાથને કિસ કરે છે. બન્ને લગભગ એક મિનિટ સુધી મળે છે. આ પછી તે યુવક છઠ્ઠા માળેથી કૂદી જાય છે. જોકે તેના પરિવારજનો કહી રહ્યા છે કે તેનું મોત પગ લપસી જવાથી થયું છે!

આ ઘટના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની RBM હોસ્પિટલનો સોમવાર રાતનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંદ્રપાલ (22)નામના યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે એક સંબંધીને મળવા હોસ્પિટલ ગયો હતો.

જ્યારે તે બારીમાંથી થૂંકતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને તેનું મોત થયું હતું. સંબંધીઓના આ દાવા પછી સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં ચંદ્રપાલ કૂદતો જોવા મળી રહ્યો છે.

પરિવારજનોએ જણાવ્યું હતું કે ચંદ્રપાલ ભરતપુરમાં એક આશ્રમમાં કામ કરતો હતો. સોમવારે સાંજે 8 વાગેની આસપાસ તે નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. આ પછી તે ઘરે પરત ફર્યો નહોતો. મંગળવારે મળેલા CCTVમાં જોવા મળે છે કે ચંદ્રપાલ સોમવારે મોડી રાત્રે લગભગ 2.39 વાગે RBM હોસ્પિટલના પાંચમા માળે ગયો હતો.

ત્યારે તે થોડીવાર રોકાયો હતો અને આ પછી તે હાથથી ઈશારા કરીને કોઈને બોલાવતો હતો. આ પછી, તે લગભગ 1 મિનિટ 16 સેકન્ડ સુધી આવી રીતે કોઈ સાથે વાત કરતો હતો. પરંતુ કોઈ તેને મળવા આવતું દેખાતું નથી.

2:41 વાગે લિફ્ટની બાજુમાંથી એક છોકરી આવી હતી. તે છોકરી તેની પાસે આવી હતી. અને આ પછી ચંદ્રપાલ છોકરીને ગળે લગાવી હતી. ગળે મળ્યા પછી, તેણે છોકરીના હાથને કિસ કરી હતી અને આ પછી તે છઠ્ઠા માળે જતો રહ્યો હતો.

છઠ્ઠા માળે પહોંચ્યા પછી, ચંદ્રપાલ ફરીથી રેલિંગ પાસે ઊભો રહ્યો હતો ફરી તે છોકરી સાથે વાત કરતો હતો. તેણે પછી તે છોકરીને હાથના ઈશારાથી બોલાવી હતી. આ પછી તેણે બારી ખોલી હતી. પછી થોડી સીડીઓ નીચે ઉતરીને છોકરીને જોયું હતું. પરંતુ તે છોકરી આવી નહોતી. ત્યારે તે ચંદ્રપાલ છઠ્ઠા માળેથી કૂદી જાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow