વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળી યુવાને ઉંદર મારવાની દવા પીધી

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળી યુવાને ઉંદર મારવાની દવા પીધી

શહેરના હરિ ઘવા રોડ, ભવનાથ પાર્ક-2માં રહેતા ભાવિક દિનેશચંદ્ર જોશી નામના યુવાને વ્યાજખોર શૈલેન્દ્રસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ અને નાનભા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પાંચ મહિના પહેલા રૂપિયાની જરૂરિયાત હોય યાજ્ઞિક રોડ, ઇમ્પિરિયલ હોટેલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ખોડિયાર ફાઇનાન્સવાળા શૈલેન્દ્રસિંહે ઓફિસે બોલાવ્યો હતો. જ્યાં પોતાને રૂ.50 હજારની જરૂરિયાત હોવાનું કહેતા તેને 50 હજારમાંથી રૂ.10 હજાર વ્યાજ પેટેના કાપીને રૂ.40 હજાર આપ્યા હતા અને 50 હજારનું દર અઠવાડિયે રૂ.5 હજારનો હપ્તો ભરવાની વાત કરી હતી.

જે નાણાં લીધા બાદ બે અઠવાડિયાના રૂ.10 હજાર રૂપિયા શૈલેન્દ્રસિંહને ત્યાં કામ કરતા નાનભાને ઓનલાઇન રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજી વખત શૈલેન્દ્રસિંહ પાસેથી રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. આમ પોતે બે વખત વ્યાજે લીધેલા રૂપિયા સામે દર અઠવાડિયે રૂ.10 હજાર આપવાના થતા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય રૂપિયા ચૂકવી શકતો ન હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow