સવારે 9 વાગે નીકળનારી યાત્રા સાંજે 7 વાગે નિજ મંદિર પરત ફરશે

સવારે 9 વાગે નીકળનારી યાત્રા સાંજે 7 વાગે નિજ મંદિર પરત ફરશે

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું પર્વ ઉજવવામાં આવતું હોય છે. ગુજરાતના નાના-મોટા દરેક મંદિરમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય નક્ષત્ર આવતું હોય તે દિવસે રથયાત્રા નીકળતી હોય છે. જ્યારે આ વર્ષે પુષ્ય નક્ષત્ર અષાઢી ત્રીજ એટલે કે 21 જૂનના દિવસે રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં ભગવાનને તમામ પ્રકારનો પારંપરિક વૈભવ ચઢાવવામાં આવશે, પરંતુ સતત પાંચમા વર્ષે ફરી એકવાર રણછોડરાય ગજરાજના વૈભવથી વંચિત રહેશે.

સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા ડાકોર શ્રી રણછોડજી મહારાજની ગણવામાં આવે છે. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ રથયાત્રા સવારે 9 વાગે નિજ મંદિર માંથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે. નિજ મંદિરમાં પહોંચતા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે.

આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે. જેમાં એક ચાંદીનો રથ, એક પિત્તળનો રથ અને એક હાથીદાંત થી બનેલા રથ નો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે પાલખી અને ભગવાનની સોનાની ખુરશીનો પણ ઉપયોગ કરાશે. પરંપરા મુજબ વર્ષોથી આ રથયાત્રામાં ​​​​​​​હાથીની પણ સવારી નીકળતી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow