ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો. તે ઘણા ટુકડાઓમાં સેન્ટ જોન્સ પોર્ટ, કેનેડામાં લાવવામાં આવ્યો હતો. 18 જૂનના રોજ આ સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં 12000 ફૂટ નીચે ગઈ હતી. જે બાદ તે ગુમ થઈ ગઈ હતી. ચાર દિવસ બાદ 22 જૂને તેનો કાટમાળ ટાઇટેનિક જહાજથી 1600 મીટર દૂરથી મળી આવ્યો હતો. તેમાં 4 પ્રવાસીઓ અને એક પાયલોટ હતા.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું છે કે સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીબીસીના જણાવ્યા અનુસાર સબમરીનના કાટમાળમાંથી લેન્ડિંગ ફ્રેમ, રિયર કવર સહિત 5 ભાગો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે સબમરીનનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઈટેનિક જહાજ પાસે પડેલો છે. તેને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. સબમરીનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે તેમાં શા માટે વિસ્ફોટ થયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow