વિશ્વએ ડિફેન્સ-હથિયારો પાછળ રેકોર્ડ 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા

વિશ્વએ ડિફેન્સ-હથિયારો પાછળ રેકોર્ડ 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા

વિશ્વએ 2022માં ડિફેન્સ અને હથિયારો પર 2.24 ટ્રિલિયન ડોલર, એટલે કે 183 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ વિશ્વમાં અત્યાર સુધીનો સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના વાર્ષિક અહેવાલમાં વિશ્વભરના દેશોના સંરક્ષણ ખર્ચની આ માહિતી અપાઈ છે.

રિપોર્ટ અનુસાર રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ ખર્ચ વધ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર યુરોપ મહાદ્વીપમાં જ યુદ્ધના કારણે સંરક્ષણ ખર્ચમાં એક વર્ષમાં 13 ટકાનો વધારો થયો છે. જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે.

ચીનનું બજેટ ભારતના બજેટ કરતાં 4 ગણું વધારે
SIPRIના વરિષ્ઠ સંશોધક નૈન તિયાને કહ્યું કે સૈન્ય પર આટલો ઝડપી ખર્ચ જણાવે છે કે આપણે વિશ્વમાં કેટલા અસુરક્ષિત છીએ. યુદ્ધના કારણે રશિયાની આસપાસના દેશોએ તેમની સુરક્ષા પર ઝડપથી ખર્ચ વધાર્યો છે. ફિનલેન્ડે લશ્કરી ખર્ચમાં 36% જ્યારે લિથુઆનિયાના ખર્ચમાં 27%નો વધારો થયો છે. યુક્રેનના ખર્ચમાં 6%નો વધારો થયો છે, જ્યારે યુદ્ધના મધ્યમાં અહીં 36 લાખ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow