મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

લાગે છે કે પાકિસ્તાની મંત્રીઓ જ દેશનું નામ કરવા લાગ્યાં છે. થાય કંઈ નહીં તોય ભારતને છાસવારે પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે પરંતુ પાછા તરત ફરી પણ રહ્યાં છે. ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનાર શહબાઝ શરીફ સરકારના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલના તેમના નિવેદન પર પલટી મારી છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર શાઝિયા મર્રીએ હવે પાકિસ્તાનને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવ્યું છે. જો કે, તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે ખોટા નિવેદનનો સહારો લીધો છે. તેમણે ફરી એક વાર પોતાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતા વધારે બલિદાન આપ્યું છે.

પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ સ્ટેટ- મંત્રી મર્રી
મર્રીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ બલિદાન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે "પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે", તેમનું નિવેદન ભારતને "પરમાણુ બોમ્બ" ચેતવણી આપ્યાના એક દિવસ પછી આવ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ અગાઉ કહ્યું હતું કે, "ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

શાઝિયાએ ગઈકાલે શું કહ્યું હતું
પાકિસ્તાની મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલે બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણ કહ્યું કે અમા પરમાણુ શસ્ત્રો કંઈ ખામોશ રહેવા માટે નથી બનાવાયા. તેમના આ નિવેદન પર બબાલ મચી હતી.

બિલાવલ ભુટ્ટો પીએમ મોદી પર અત્યંત વાંધાજનક ટીપ્પણી કરી હતી
આ પહેલા બિલાવલ ભુટ્ટોએ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ જીવતો છે." આ ટિપ્પણીને ભારત દ્વારા આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે ગૌરવાન્વિત કરે છે અને જકીઉર રહેમાન લખવી, હાફિઝ સઇદ, મસૂદ અઝહર, સાજીદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow