મકાન માલિક સાથે લૂડોમાં જાત હારી બેઠી પત્ની, પતિને કહ્યું, દૂર રહેજો નહીંતર કાપીને ફેંકી દઈશ

મકાન માલિક સાથે લૂડોમાં જાત હારી બેઠી પત્ની, પતિને કહ્યું, દૂર રહેજો નહીંતર કાપીને ફેંકી દઈશ

મહાભારતાં પાંડવોએ જુગારમાં બધું હારી જતા છેવટે દ્રૌપદીને દાવ પર લગાવીને હારી ગયા હતા તે પ્રસંગ આજે પણ લોકમાનસમાં સચવાયેલો છે. મહાભારત કાળની આ ઘટના જેવી બીજી ઘટના હવે યુપીમાં બની છે. યુપીના પ્રતાપગઢમાં દેવકાળી મહોલ્લામાં ભાડે રહેતી રેણુ નામની મહિલાને લૂડોનો જુગાર રમવાની આદત લાગી ગઈ હતી. પતિ રાજસ્થાનના જયપુરમાં કમાવવા માટે ગયો હોવાથી ટાઈમ પાસ કરવા રેણૂએ મકાન માલિક સાથે લૂડો રમવાનું શરુ કર્યું અને જોતજોતામાં તેને જુગારની આદત પડી ગઈ. મહાભારત બધાએ જોયું અને વાંચ્યું જ હશે. ચૌસરની ભૂમિકા ભજવતા પાંડવોએ દ્રૌપદીને દાવ પર લગાવી દીધી. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશથી આવ્યો છે, જેને જાણીને તમને આશ્ચર્ય થશે. પરંતુ અહીં થોડો ટ્વિસ્ટ છે. અહીં એક મહિલાએ મકાન માલિકની સામે પોતાને દાવ પર લગાવી દીધી અને હારી ગઈ. આ મામલો પ્રતાપગઢના નગર કોતવાલી વિસ્તારના દેવકાળી મહોલ્લાનો છે. જ્યારે મહિલાએ પતિને આ વિશે જણાવ્યું તો તેનું દર્દ મીડિયા સામે ફેલાઈ ગયું.

લૂડોમાં પોતાની જાત હારી બેઠી, મકાન માલિકની બની ગઈ
વાસ્તવમાં દેવકાળી મહોલ્લામાં ભાડે રહેતી રેણુને જુગારની લત લાગી ગઈ હતી. તેનો પતિ બહાર કામ કરતો હતો. પતિ પાઈ પાઈ બચાવીને રેણુને  પૈસા મોકલતો હતો જેથી પત્ની તેની ગેરહાજરીમાં સારી રીતે ઘર ચલાવી શકે પરંતુ અહીં તો વાત ઉલટી થઈ. લૂડો ગેમમાં મકાન માલિક સાથે જુગાર રમતી રહી હતી. આટલું થયું હોત સારુ થતું હતુ પરંતુ એક દિવસ તો હદ થઈ ગઈ. પૈસા ખૂટી જતા રેણૂએ પોતાની જાતને દાવ પર લગાવી દીધી હતી અને તેમાં પણ હારી જતા તે મકાન માલિકની બની ગઈ હતી.

પતિને ફોન પર જાણ કરી આવીને તલાક લઈ નહીંતર કાપીને ફેંકી દઈશ
મકાન માલિક સાથે પોતાની જાત હાર્યાં બાદ પત્નીએ રેણૂએ જયપુરમાં રહેલા પતિને ફોન કરીને આ માઠા સમાચાર આવ્યાં હતા. પતિ તેની સાંભળીને આઘાત પામ્યો હતો. તેણે કહ્યું કે લુડોમાં મેં મારી જાતને ગુમાવી દીધી છે અને હવે અહીં આવીને તમે તલાક લઈ જાવ અને જો તમે અમારી વચ્ચે પડશો તો તમને કાપીને ફેંકી દઈશું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow