તરુણીને ધમકાવી ચોકીદારે 3 વાર દુષ્કર્મ આચર્યું

તરુણીને ધમકાવી ચોકીદારે 3 વાર દુષ્કર્મ આચર્યું

શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા પામસિટી એપાર્ટમેન્ટમાં ઘરકામે જતી તરૂણી પર નિયત બગાડી એ જ એપાર્ટમેન્ટના ચોકીદારે ધાક ધમકી આપી તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું, તરૂણીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની 17 વર્ષની પુત્રી પર હિતેષ બ્રહ્મભટ્ટ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાનું કહ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે પારકા ઘરના કામ કરતી હતી, તરૂણવયની પુત્રી પામસિટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘરકામે જતી હતી ત્યારે તે એપાર્ટમેન્ટના ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટની તેના પર નજર પડી હતી, શરૂઆતમાં તરૂણી સાથે સામાન્ય વાતચીત કરી પરિચય કેળવ્યો હતો અને ત્યારબાદ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી તરૂણી પર શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.

ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટે એપાર્ટમેન્ટના રૂમમાં જ તરૂણી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું અને જો સગીરા તાબે ન થાય તો ધમકી આપતો હતો, હિતેષના કરતૂતોથી કંટાળેલી તરૂણીએ અંતે આપવીતી વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હિતેષ બ્રહ્મભટ્ટની શોધખોળ શરૂ કરી હતી.

કુવાડવામાં પોલીસને જોઇ 3 નશાખોર નાચવા લાગ્યા
શુક્રવારે બપોરે રાજકોટના કુવાડવા રોડ પોલીસ કુવાડવા ગામે પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે ગામમાં આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પહોંચતા ત્રણ શખ્સ ત્યાં ઉભેલા જોવા મળ્યા હતા. થોડા નજીક પહોંચતાની સાથે સ્ટેચ્યુ પાસે ઉભેલા ત્રણ શખ્સ પોલીસવાનને જોઇ નાચવા લાગ્યા હતા.

આમ અચાનક ત્રણેય શખ્સ નાચવા લાગતા પોલીસ અચંબામાં મુકાઇ ગઇ હતી. જેથી વાનમાંથી નીચે ઉતરી પોલીસ ત્રણેય શખ્સ પાસે પહોંચતા ત્રણેય ચિક્કાર દારૂના નશામાં હોવાનું જોવા મળ્યું હતુ. પૂછપરછમાં ત્રણેય કુવાડવા ગામના રમેશ ભીખા ગોહેલ, હેમંત બેચર ગોહેલ અને ચના દેવશી ગોહેલ હોવાનું જણાવ્યું હતુ. ગામમાં પોલીસને જોઇ નાચવા લાગેલા ત્રણેય શખ્સને પોલીસ મથક લઇ જઇ તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી લોકઅપમાં બેસાડી દારૂનો નશો ઉતાર્યો હતો.​​​​​​​

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow