12 વર્ષ બાદ ફિલ્મી પડદા પર આ દિગ્ગજ એક્ટરની થશે કમબૅક, મૂવીને 2023માં ડાયરેક્ટ OTT પર કરાશે રિલીઝ

12 વર્ષ બાદ ફિલ્મી પડદા પર આ દિગ્ગજ એક્ટરની થશે કમબૅક, મૂવીને 2023માં ડાયરેક્ટ OTT પર કરાશે રિલીઝ

ફરદીન ખાન મોટા પડદે કરી રહ્યાં છે વાપસી

બોલીવુડ અભિનેતા ફરદીન ખાને છેલ્લાં ઘણા વર્ષોથી ફિલ્મી પડદેથી અંતર બનાવ્યું છે. તો હવે તેઓ 12 વર્ષ બાદ ફરીથી મોટા પડદે વાપસી કરી રહ્યાં છે. ગયા વર્ષે રિતેશ દેશમુખની સાથે એક ફિલ્મમાં ફરદીનના કમબેકની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા જ્યાં ફિલ્મને થિયેટરોમાં રીલીઝ કરવાની તૈયારી હતી તો હવે અહેવાલ છે  કે આ સીધી ઓટીટી પર આવશે. ફિલ્મને સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

ફરદીન ખાનની કમબેક ફિલ્મ સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરશે

મીડિયા રિપોર્ટસ મુજબ ફરદીન ખાન કૂકી ગુલાટીની ફિલ્મ વિસ્ફોટથી ફરીથી બોલીવુડમાં પોતાના કદમ માંડી રહ્યાં છે. સંજય ગુપ્તા દ્વારા નિર્મિત આ ફિલ્મને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ હાલમાં સંજય ગુપ્તાએ જણાવ્યું કે ફરદીન ખાનની કમબેક ફિલ્મ થિયેટરોમાં નહીં સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરશે. એક ઈન્ટરવ્યુમાં સંજય ગુપ્તાએ જણાવ્યું કે બૉક્સ ઑફિસની પરિસ્થિતિઓના કારણે 2023માં ફિલ્મને સીધી ઓટીટી પર જ રીલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.‌

ફરદીન ખાન એક કિડનેપરનુ પાત્ર નિભાવી રહ્યાં છે

વિસ્ફોટ 2012ની વેનેઝુએલાની ફિલ્મ રૉક, પેપર, કેંચીની સત્તાવાર રીમેક છે. રીપોર્ટસ મુજબ ફિલ્મમાં રિતેશ દેશમુખ એક પાયલટ અને ફરદીન ખાન એક કિડનેપરનુ પાત્ર નિભાવી રહ્યાં છે, જે રિતેશના પુત્રનુ અપહરણ કરી લે છે. તો એક ઈન્ટરવ્યુમાં ફરદીન ખાને જણાવ્યું હતુ કે તે ડોંગરીના એક યુવકની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ફિલ્મનુ શુટિંગ દક્ષિણ મુંબઈ વિસ્તારમાં થયુ છે. આ ફિલ્મમાં ફરદીન અને રિતેશ સિવાય પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસૂજા, સીમા બાપટ અને શીબા ચડ્ઢાનો પણ સમાવેશ થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow