ટીવી એક્ટ્રેસે ઈન્ટરવ્યુમાં કર્યા મોટા ખુલાસા

ટીવી એક્ટ્રેસે ઈન્ટરવ્યુમાં કર્યા મોટા ખુલાસા

ટીવી એક્ટ્રેસ રોશની શ્રીવાસ્તવે એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ પોતાનું કરિયર બનાવ્યું છે અને હાલ રોશની તેના શો 'રઘુકુલ રીત સદા ચલી આયી' માટે જાણીતી છે. આ બધા વચ્ચે એક વાતચીત દરમિયાન રોશનીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે તેના માટે મનોરંજનની દુનિયામાં ટકી રહેવું એટલું સરળ નહોતું. આ સફર દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હાલના જ એક  ઈન્ટરવ્યુમાં રોશનીએ લોકોને ઈન્ડસ્ટ્રીના કાળા સત્યથી વાકેફ કર્યા હતા અને ઘણી ચોંકાવનારી વાતો પણ જણાવી હતી.

માનસિક રીતે પરેશાન અને બ્લેકમેલ કરવામાં આવતી
ઈન્ટરવ્યુમાં રોશનીએ કહ્યું હતું કે, 'એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું ઘણું મુશ્કેલ છે. અંહિયા કાસ્ટિંગ કાઉચ અને ગ્રુપીઝમ છે અને સામાન્ય લોકોની જેમ જ એક એક્ટરને પણ ઘણી વખત આર્થિક તંગી અને ડિપ્રેશન જેવી બાબતોનો સામનો કરવો પડે છે.'આગળ રોશની શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'મેં મારા કરિયરના શરૂઆતી તબક્કામાં ઘણો સંઘર્ષ કર્યો હતો અને એ સમયે મને શોષણ અને ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. મને ઘણી વખત માનસિક રીતે પરેશાન અને બ્લેકમેલ કરવામાં આવી હતી, કારણકે  હું યોગ્ય લોકોને મળતી નહતી.  જો કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી તો તેને આ બધી વાતોનો સામનો કરવો પડે છે.'

આગળ એમને જણાવ્યું હતું કે, 'એટલા માટે હું તેમની આભારી છું જેમણે મને કોઈપણ શરત વિના મને કામ આપ્યું અને મને સપોર્ટ કર્યો. મને યાદ છે કે મેં આપેલા 100 ઓડિશનમાંથી માત્ર 20 લોકોએ જ મને કોઈ પણ શરત વગર સારું કામ આપ્યું હતું.'

કેવું હોય છે એક એક્ટરનું જીવન?
એમને આગળ વાત કરતાં કહ્યું હતું કે, 'એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો સંઘર્ષ યોગ્ય લોકોની ઓળખ કરવાનો હોય છે, એવા લોકો જેઓ એક્ટર્સના કામમાં વિશ્વાસ રાખે અને એમના પર કોઈ કન્ડિશન ન લગાવે. આ ઇન્ડસ્ટ્રીમાં લોકો પોતાનું એક ગ્રુપ બનાવે છે અને એ લોકો એ જ ગ્રુપના લોકો સાથે જ કામ કરે છે. આ સમયે ખાસ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે તેઓ કયા પ્રકારનાં ગ્રૂપનો ભાગ છે. ઇન્ડસ્ટ્રીમાં મોટી અને સારી ભૂમિકા ભજવવા માટે વ્યક્તિએ અહીં એક જૂથનો ભાગ બનવું ફરજિયાત છે. હા નસીબ પણ અહીં કામ કરે છે એ વાતને હું નકારતી નથી. નસીબ તમને સાચા લોકો તરફ લઈ જાય છે અને તમારી સાચી માનસિકતા તમને કામ તરફ આગળ લઈ જાય છે.

રોશની શ્રીવાસ્તવે આગળ કહ્યું હતું કે, ' જો હું આર્થિક સંકટ વિશે વાત કરું તો મને લાગે છે કે એક એકટરના જીવનમાં હંમેશા ઘણી સમસ્યાઓ હોય છે. પછી તે આર્થિક હોય કે માનસિક. મારા વિશે જાણવું તો એક તબક્કા પછી હું ઘણા સારા લોકોને મળી હતી જેને મને કામ અને પૈસા બંને આપ્યા છે.'

Read more

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને

By Gujaratnow
શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિ

By Gujaratnow
દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈ, ડૉ. શાહીન સઈદ, ડૉ. આદિલ અહેમદ રાથર

By Gujaratnow
સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માત્ર ઘણી નોકરીઓ જ નહીં, પરંતુ ભવિષ્યમાં મોટી કંપનીઓના સીઈઓનું સ્થાન પણ લઈ

By Gujaratnow