સેકન્ડ હેન્ડ બજારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે , 90% યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ ગણીને પસંદ કરે છે

સેકન્ડ હેન્ડ બજારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે , 90% યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ ગણીને પસંદ કરે છે

યુકેમાં સેકન્ડ હેન્ડ કપડાનું બજાર તેજીથી આગળ વધી રહયું છે. 26 વર્ષથી ઓછી ઉંમરના 90% યુવાનો તેને પસંદ કરી રહ્યા છે. આ જ કારણથી છેલ્લા છ વર્ષમાં સેકન્ડ હેન્ડ કપડાની ખરીદી અને વેચાણમાં વધારો થઈ 146% સુધીનો ઉછાળો આવ્યો છે. જેમાં 2026 સુધીમાં વધુ 68% વધવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે સૌથી વધુ સર્ચ કરાયેલી બ્રાન્ડના કપડા સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી વધુ ખરીદવામાં આવી રહ્યા છે. યુવાનો આને બ્રાન્ડેડ કપડા સસ્તા ભાવે અને વધુ સારો દેખાવ માટે ખરીદી રહ્યા છે. યુવાનો તેને પર્યાવરણને અનુકૂળ પણ ગણાવી રહ્યા છે.

ખરેખર, જયારથી લંડનના બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટરમાં ચેરિટી તરીકે એક દુકાન ખોલવામાં આવી હતી ત્યારથી પ્રીલવ્ડ (જૂના) કપડાં ઓનલાઈન વેચવાના શરૂ થયા હતા. કપડાંઓની અદલાબદલીના આ ટ્રેન્ડને લોકોએ ખૂબ જ રસપ્રદ ગણાવ્યો છે. આથી સેકન્ડ હેન્ડ માર્કેટ ચલાવતા લોકો દ્વારા લવ આઇલેન્ડમાં એક રિયાલિટી શો પણ સ્પોન્સર કરવામાં આવ્યો હતો. જે એક સમયે માત્ર ફાસ્ટ ફેશનની બ્રાન્ડ્સને જ સ્પોન્સર કરતા હતા. એપ પર જુના કપડા વેચવાના ટ્રેન્ડમાં મોટાભાગે બાળકોના કપડા ખરીદાઈ કે વેચાઈ રહ્યા છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં બાળકોના કપડાંના વેચાણમાં 2020 માં 76% નો વધારો નોંધવામાં આવ્યો હતો. ઈ-કોમર્સ કંપની પ્લેટફોર્મના 2021ના રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં સેકન્ડ હેન્ડ બજાર વધુ ઝડપથી વૃદ્ધિ પામી શકે છે.

એપ પર 90% કપડાઓ મિનિટોમાં વેચાઈ જાય છે
તેને અપર ફેશન માર્કેટ તરીકે જોવાઈ રહ્યું છે. સેલ્ફ્રિઝથી લઈને નેટ-એ-પોર્ટર સુધીના રિટેલર્સ આ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે. 2022 માં ઘણા સ્થાનિક બ્રાન્ડ સાથે કનેક્ટ થયા પછી અહીં સેકન્ડ હેન્ડ બ્રાન્ડેડના 90% કપડાં મિનિટોમાં વેચાઈ જાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow