કાર બ્રોકરના 30 કલાક બંધ રહેલા ફલેટમાંથી રૂ.3 લાખની મતાની ચોરી

કાર બ્રોકરના 30 કલાક બંધ રહેલા ફલેટમાંથી રૂ.3 લાખની મતાની ચોરી

શહેરમાં તરખાટ મચાવતા તસ્કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશિપના ડી વીંગમાં સાતમા માળે રહેતા અને કાર લે-વેચનું કામ કરતા ઇમરાન મહમદભાઇ વજુગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.12ની બપોરે બે વાગ્યે ફલેટ બંધ કરી પરિવારજનો સાથે બહાર ગયા હતા.

તા.13ની રાતે આઠ વાગ્યે પરત આવ્યા હતા. બંધ ફલેટ ખોલી ઘરમાં પ્રવેશ કરતા અંદર ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. જેથી ધંધાના પલંગના ગાદલા નીચે રાખેલા રોકડા રૂ.3 લાખની તપાસ કરતા તે જોવા મળ્યાં ન હતા. બાદમાં ફલેટમાં તપાસ કરતા કોઇ શખ્સ બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી રોકડની ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ.

બનાવ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.વી.ચુડાસમાએ તસ્કરનું પગેરું મેળવવા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસથી ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow