તંત્રએ પૂર્વ જાણકારી વિના જ સમય ઘટાડ્યો

તંત્રએ પૂર્વ જાણકારી વિના જ સમય ઘટાડ્યો

રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં રસરંગ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન આ લોકમેળાની મોજ માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે છેલ્લા દિવસે પણ અંદાજે 2 લાખ કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા અને 6 દિવસમાં કુલ 11 લાખ કરતાં વધુ લોકોએ લોકમેળો તેમજ તેની અવનવી રાઈડસની મોજ માણી હતી. આજે પણ સવારથી મોટી સંખ્યામાં લોકોમેળો માણવા પહોંચ્યા હતા અને બપોર બાદ તો લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. જોકે, તંત્રએ કોઈપણ પૂર્વ જાણકારી વિના સમય 12 વાગ્યાથી ઘટાડી 10 વાગ્યાનો કરી નાખ્યો હતો એટલું જ નહીં 9 વાગ્યા બાદ એન્ટ્રી બંધ કરાતા છેલ્લા દિવસે રાજકોટીયનોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સમાં રસરંગ લોકમેળાનું તારીખ 5થી 9 સપ્ટેમ્બર માટે આયોજન થયું હતું. જોકે, બે દિવસ પહેલા લોકલાગણીને માન આપી કલેક્ટરે 10 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. જોકે, સાંજે કોઈપણ પૂર્વ જાહેરાત વિના અચાનક મેળાનો સમય 12 વાગ્યાથી ઘટાડીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો અને 10 વાગ્યે મેળાનું ગ્રાઉન્ડ ખાલી કરવા માટે 8:30 વાગ્યાથી સ્પીકર બંધ કરવામાં આવ્યા હતા અને 9 વાગતા જ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જેને લઈ દૂર-દૂરથી મેળો માણવા આ વેળા અનેક લોકોને નિરાશા સાંપડી હતી. અને રેસકોર્સ રોડ ઉપર પણ લોકોના મોટા ટોળા જોવા મળ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow