સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

ઇરાનની સરકાર હિજાબના વિરોધમાં થતાં પ્રદર્શનમાં ભાગ લેનારા કોઇ પણ વ્યક્તિને છોડતી નથી. ત્યાં સુધી કે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની ભાણીની પણ ધરપકડ કરી લીધી છે. હકીકતમાં સુપ્રીમ લીડરની ભાણી મોરાદખાનીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેમણે ઇરાન સરકારને ‘હત્યારા’અને ‘બાળકોના હત્યારા’ બતાવ્યા હતા. સાથે જ આયાતુલ્લાહ ખામેનેઇની તુલના જર્મનીના તાનાશાહ હિટલર અને મુસોલિની સાથે કરી હતી.

ફરિદેહ મોરાદખાની એક પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા છે. આ વીડિયોમાં બીજા દેશની સરકારને અપીલ કરી રહ્યા હતા કે તેઓ ઇરાન સાથે બધા સંબંધોને ખત્મ કરી નાખે. આ વીડિયોને ઓનલાઇન પોસ્ટ કર્યાના બે દિવસ પછી જ તેમની ધરપકડ કરવામાં આવી. ફરિદેહના વીડિયોને તેમના ભાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, ત્યાર બાદ પ્રદર્શનકારીઓ તેને ખૂબ શેર કરી રહ્યા છે. તેની ધરપકડ થવાની જાણકારી તેના ભાઇએ આપી હતી. ફરિદેહ એક એન્જિનિયર છે, તેના પિતા વિપક્ષના મોટા નેતા હતા. જેમણે ખામેનેઇની બહેન સાથે લગ્ન કર્યા હતા.

ફરિદેહના ભાઇ મહમૂદ મોરાદખાની અનુસાર તેમને એક સમન્સ પાઠવીને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી. પોતાના વીડિયોમાં ફરિદેહે પ્રદર્શનકારીઓના દમનની આલોચના કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની પણ કોઇ એક્શન ન લેવા માટે નિંદા કરી હતી અને ઇરાન પર લગાવેલા સૈંક્શનસને મજાક ગણાવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow