આ સાઉથ સ્ટારે એક નહીં, પણ 8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી હતી, હવે જણાવ્યું ચોંકાવનારું કારણ

આ સાઉથ સ્ટારે એક નહીં, પણ 8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી હતી, હવે જણાવ્યું ચોંકાવનારું કારણ

અદિવિ શેષે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પોતાના સંબંધો પર કરી વાત

મેજર ફેમ સાઉથ અભિનેતા અદિવિ શેષ નવી ફિલ્મ હિટ 2ની રીલીઝ બાદ ફરી એક વખત ચર્ચાનો ભાગ બની ગયા છે. અદિવિ શેષની નવી ફિલ્મ હિટ 2ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. દર્શકોએ ફિલ્મને રીલીઝના એક દિવસ બાદ જ હિટ જણાવી દીધી છે. ફિલ્મને સિનેમાઘરોથી લઇને ફિલ્મી પોર્ટલ પર સારા રિવ્યુજ મળી રહ્યાં છે. હિટ 2ના સારા પર્ફોમન્સ બાદ અદિવિ શેષે પોતાના અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પોતાના સંબંધો પર વાત કરી છે.

8 બોલીવુડ ફિલ્મોની ઑફર ફગાવી

અદિવિ શેષ એક સારા અભિનેતા છે, તેઓ ખૂબ સમજી-વિચારીને ફિલ્મો કરવામાં વિશ્વાસ રાખે છે. અભિનેતાની નવી ફિલ્મ રીલીઝ વચ્ચેનો તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યો છે, જ્યાં તેમણે જણાવ્યું કે તેમણે બોલીવુડની 8 ફિલ્મોની ઑફર ફગાવી છે. હાલમાં અદિવિ શેષે પિન્કવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું, તેમણે બોલીવુડ 8 ફિલ્મોને ના પાડી દીધી છે, કારણકે તેમની પાસે ઘણી ટૉલીવુડના ઑફર્સ છે.

કેટલીક ફિલ્મોને ક્રિએટીવ તરીકે પસંદ પણ કરાતી

ઈન્ટરવ્યુમાં અદિવિ શેષે જણાાવ્યું, મેં 8 બોલીવુડ ફિલ્મોને ના પાડી દીધી છે, કારણકે મારી પાસે પહેલેથી જ કમિટમેન્ટ હતા અને તે બધા તાત્કાલિક કામ શરૂ કરવા માંગતા હતા. તેમાંથી કેટલીક ફિલ્મોને ક્રિએટીવ તરીકે પસંદ પણ કરવામાં આવતી હતી. પરંતુ તેની પહેલા મારા અનેક પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow