સાઉથની અભિનેત્રીએ શેર કર્યા પતિ સાથેના Photos તો લોકોએ કરી ટ્રોલ-કહ્યું પૈસા હોય તો શું ન થઈ શકે!

સાઉથની અભિનેત્રીએ શેર કર્યા પતિ સાથેના Photos તો લોકોએ કરી ટ્રોલ-કહ્યું પૈસા હોય તો શું ન થઈ શકે!

વર્ષ 2022માં, ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરે દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી મહાલક્ષ્મી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદમા જ રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે આવી સ્થિતિ વચ્ચે લગ્નના 4 મહિનાનો સમયગાળો વીત્યા બાદ વધુ એક વખત આ જોડી ચર્ચામાં આવી છે. જેનું કારણ એ છે જે તાજેતરમાં જ રવિન્દ્ર ચંદ્રશેખરે અને મહાલક્ષ્મીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં બનેને એકબીજા પર પ્રેમ વરસાવ્યો હતો.આ દરમિયાન મહાલક્ષ્મીએ પૈસા માટે ફિલ્મમેકર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા હોવાનું યુઝર્સ જણાવી રહ્યા છે તો જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.  

લગ્નના 4 મહિનાની ખુશીમાં પોસ્ટ શેર કરી

લગ્નના 4 મહિના થાવની ખુશીમાં અભિનેત્રી મહાલક્ષ્મીએ ફોટો શેર કર્યો હતો. જેમાં રવિન્દ્રએ લખ્યું કે મારી ખુશી એટલા માટે નથી કે હું તમને પ્રેમ કરું છું. પણ તે તું મારા માટે જીવ છો તેના માટે ખુશી છે. વધુમાં ભલે હું એમને કહી ન શકું પણ અમ્મુ મેં આ 100 દિવસની પોસ્ટ માટે સારું કૅપ્શન લખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેમાં હું કોઈ નાટકીય વાત લખતો નથી. મને જે લાગે છે તે લખી રહ્યો છું.  

મારા જીવનની આઠમી અજાયબી

વધુમાં તેમણે લખ્યું કે 'અમ્મુ 37 વર્ષ પછી હું 100 દિવસમાં દરેક સેકન્ડને ખુશી સાથે જીવું છું. પ્રેમ, હૂંફ અને કાળજી, મસ્તી લડાઈ સાથે આમ જ આગળ વધારતા રહો. ઉપરાંત રવિન્દ્ર સાથે પોસ્ટ શેર કરતા મહાલક્ષ્મીએ લખ્યું જીવન સુંદર છે અને તમે પણ. તો અન્ય એક પોસ્ટમાં રવિન્દ્રએ લખ્યુ કે  મારા જીવનની આઠમી અજાયબી મહાલક્ષ્મી છે તો આ અંગે મહારાણીએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે લોકો ગમે તે કહે મારૂ હૃદય ધડકવાનું બંધ નહિ કરે ત્યાં સુધી હું તમને પ્રેમ કરતી રહીશ.  



યુઝર્શએ કરી આવી કોમેન્ટ

મહારાણી અને રવિન્દ્ર ચંદ્રશેખરની આ પોસ્ટ ટ્રોલ થઈ રહી છે. જેમાં યુઝર્શએ કોમેન્ટમાં લખ્યું કે ભાઈ શુ તમારે સરકારી નોકરી છે? અન્ય યુઝર્શએ લખ્યું કે રૂપિયા બહુ જ મહત્વના છે, તો એક યુઝર્શએ એવું પણ લખ્યું કે રૂપિયા છે તો બધું જ શક્ય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow