સેન્સેક્સ 67, 927ના સ્તરે પહોંચ્યો

સેન્સેક્સ 67, 927ના સ્તરે પહોંચ્યો

આજે એટલે કે શુક્રવારે (15 સપ્ટેમ્બર) શેરબજાર ઓલટાઈમ હાઇ હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 67,927ના સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 20,222ની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે બાદમાં બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 67,838ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં 67 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, 20,170ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 20 શેરમાં ખરીદદારી અને 10 શેરમાં વેચવાલી જોવા મળી હતી. ઓટો અને પીએસયુ બેન્કિંગ શેરો બજારની તેજીમાં મોખરે હતા. બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને M&M શેરો નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. BPCLનો શેર ટોપ લૂઝર છે. સેન્સેક્સ પર સૌથી વધુ ફાયદો M&M, ભારતી એર ટેલ અને ટાટા મોટર્સમાં થયો હતો. HULમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બાય ઑન ડીપ્સનો અપ્રોચ બનાવી રાખો
રેલિગેર બ્રોકિંગના અજિન મિશ્રાએ કહ્યું- અમને આશા છે કે નિફ્ટીમાં સકારાત્મક વલણ ચાલુ રહેશે. લોકોએ 'બાય ઑન ડીપ્સ' અભિગમ જાળવી રાખવો જોઈએ. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીઝના વિનોદ નાયરે જણાવ્યું હતું કે તહેવારોના કારણે માગમાં વધારો થવાની અપેક્ષાએ ઓટો શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. ચીન તરફથી અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક ડેટાને કારણે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow