મુન્દ્રાના ગોદામમાંથી 1.56 કરોડનો માલ પકડાયા પછી હવે આ કૌભાંડ બહાર આવી રહ્યું છે

મુન્દ્રાના ગોદામમાંથી 1.56 કરોડનો માલ પકડાયા પછી હવે આ કૌભાંડ બહાર આવી રહ્યું છે

મુન્દ્રાના ગોદામમાં બોર્ડર રેન્જની ટીમે દરોડો પાડી રૂ.1.56 કરોડનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપ્યા બાદ હવે સામખિયાળી પોલીસે મુન્દ્રાથી જ નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી લેતાં આ સોપારી કૌભાંડમાં કડાકા ભડાકા થવાની શક્યતા જોવાઇ રહી છે. પોલીસે રોકેલી ટ્રકમાં બોગસ ઇ-વે બીલ અને ટ્રાન્સપોર્ટ બીલ્ટીના આધારે બહાર લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે જેમાં છ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.  

ગોડાઉનમાં દરોડો પાડી સોપારી ભરેલી ટ્રક જપ્ત કરી હતી

સાયબર સેલની ટીમે આદિનાથ ગોડાઉનમાં દરોડો પાડી 1.56કરોડની સોપારી ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી હતી. દરમિયાન, દરોડા પહેલા ગોદામમાંથી નિકળી ગયેલી GJ-12 BV-0085 નંબરની એક ટ્રકને સામખિયાળી પોલીસે હાઈવે પર વાંઢીયા નજીકથી ઝડપી પાડી હતી. ટ્રકમાં રૂ.49,36,000 ની કિંમતનો 24,680 કિલોગ્રામ સોપારીનો જથ્થો ભરેલો હતો. પોલીસેપૂછપરછ બાદ આધાર પૂરાવા માંગતા તેમણે એક્રેલિક પ્રોસેસીંગ એઈડ નામની પેઢીનું ઈ-વે બિલ અને ટ્રાન્સપોર્ટ બિલ્ટી રજૂ દેખાડ્યા હતા. પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં ઈ-વે બિલ અને બિલ્ટી બોગસ હોવાનું પૂરવાર થયું હતું.

નવા સોપારી કૌભાંડનો પર્દાફાશ
ડ્રાઈવર-ક્લિનરે પુછપરછમાં જણાવ્યા મુજબ, તેમણે આદિનાથ ગોડાઉનમાંથી માલ ભર્યો ત્યારબાદ ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો અને ગોડાઉન સંચાલક સાથે ઈ-વે બિલ ક્યાં અને કોને પહોંચાડવાનું છે તેવી વાત કરી હતી. થોડીવાર બાદ અજાણ્યો મોટર સાયકલચાલક રૂબરૂ આવીને ગોડાઉન સંચાલક અમિત કટારીયા (ભાનુશાલી)ને ઈ-વે બિલ અને બિલ્ટી આપી ગયો હતો.

ટ્રકમાં રૂ.49,36,000 ની કિંમતનો 24,680 કિલોગ્રામ સોપારીનો જથ્થો ભરેલો
ટ્રકમાં માલ લોડ થયા બાદ અમિતે બિલ-બિલ્ટી ડ્રાઈવરને આપી દીધા હતા. ભરત ભદ્રા નામના શખ્સે ગોડાઉનમાં સોપારીનો જથ્થો મોકલ્યો હોવાની ડ્રાઈવર ક્લિનરે કેફિયત આપી હતી. જેના પગલે પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લિનર સાથે ગોડાઉન સંચાલક અમિત કટારીયા, ગોડાઉનમાં માલ મોકલનાર ભરત ભદ્રા, ફોન પર વાત કરનારાં ટ્રાન્સપોર્ટર અને બોગસ ઈ-વે બિલ, ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવનાર અજ્ઞાત શખ્સ મળી 6 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. પીએસઆઈ વાય.કે. ગોહિલે તપાસ હાથ ધરી છે.

જો મૂળ સુધી તપાસ પહોંચે તો આયાતને લગતા મોટા કૌભાંડનો પર્દાફાશ સંભવ
મુંદ્રાથી વારંવાર જડપાઇ રહેલો સોપારીનો જથ્થો સૂચવે છે કે આયાતને લગતું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જો તપાસ મુળ સૂધી કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ કૌભાંડમાં કસ્ટમ જેવી સંબંધિત એજન્સીઓ પણ શંકાના દાયરામાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં સોપારી આયાતનું મોટું ઝડપાઈ ચુક્યુ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow