રેત માફિયાઓએ વધુ એક ભોગ લીધો

રેત માફિયાઓએ વધુ એક ભોગ લીધો

નર્મદા સહિતની નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન અનેક નિર્દોષ પરિવારોના માળા પીંખી રહ્યું છે. ભરૂચ તાલુકાના અસુરિયા ગામે રહેતાં અને કરજણ તાલુકામાં લગ્નની કંકોતરી આપવા નીકળેલાં આધેડને નારેશ્વર પાસે ડમ્પરના ચાલકે કચડી નાખતાં તેમનું મોત નીપજયું છે.

સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર રેતીમાફિયાઓ સામે કાર્યવાહી નહિ કરે તો ગુરૂવારથી નારેશ્વર ખાતે ધરણા કરવાની ચીમકી આપી છે. એક વર્ષ પહેલાં પણ નારેશ્વર રોડ પર ઝનોર ગામના બે લોકો સહિત 3 લોકોને ડમ્પરે કચડી નાંખ્યાં હતાં.

નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન
​​​​​​​કરજણ પાસે આવેલાં નારેશ્વર પાસે કંકોતરી આપવા જઇ રહેલાં ભરૂચ તાલુકાના અસુરીયા ગામના રહેવાસી પર રેતી ભરેલું ડમ્પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તેઓ તેમના સંબંધી સાથે એકટીવા લઇને કરજણ તાલુકામાં રહેતાં સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં હતાં દરમિયાન નારેશ્વર પાસે રંગ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ડમ્પરે પાછળથી ટકકર મારતાં તેમના પર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા તેમનું મોત થયું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow