રોહિત-તિલકની પાર્ટનરશિપે મુંબઈને સીઝનની પહેલી જીત અપાવી

રોહિત-તિલકની પાર્ટનરશિપે મુંબઈને સીઝનની પહેલી જીત અપાવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ખૂબ જ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંતે બાજી મારી લીધી હતી. મુંબઈએ છેલ્લા બોલે 173 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને આ સિઝનની પહેલી જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 45 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેમણે 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેમણે પહેલી જ ઓવરથી ફટકાબાજી શરૂ કરી દીધી હતી. જેના કારણે પહેલેથી મેળવેલી રિધમને તેઓએ ગુમાવ્યા વિના શાનદાર શોટ્સ પણ ફટકાર્યા હતા, અને 808 દિવસ એટલે કે 25 ઇનિંગ્સ પછી ફિફ્ટી ફટકારી હતી.

173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર ઈશાન કિશને કરી હતી. બન્નેએ 5મી ઓવરમાં જ 50 રનની પાર્ટનરશિપ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 44 બોલમાં 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. પાવરપ્લેની 6 ઓવરમાં ટીમનો સ્કોર વિના નુકશાન 68 રન હતો.

રોહિત અને તિલકે મિડલ ઓવર્સમાં સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું
ઈશાન કિશનના આઉટ થયા પછી નંબર-3 પર તિલક વર્મા આવ્યો હતો. તેણે અને રોહિત શર્માએ ટીમનું સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. આ દરમિયાન રોહિતે પોતાની લીગની 41મી ફિફ્ટી પૂરી કરી હતી. તિલકે પણ શાનદાર ફોર્મમાં રહેતા 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે 52 બોલમાં 68 રનની પાર્ટનરશિપ થઈ હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow