છેક અમેરિકા સુધી ગુંજી ફિલ્મ 'RRR'ની ગર્જના: રાજામૌલીને મળ્યો 'બેસ્ટ ડાયરેક્ટર'નો આ સૌથી મોટો ઍવોર્ડ

RRRના નિર્માતાએ ઑસ્કરની 14 અલગ-અલગ કેટેગરીમાં ફિલ્મને કરી સબમિટ
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ આ વર્ષે વિશ્વભરમાં ખૂબ કમાલ કરી. ભારતની સાથે-સાથે વિદેશમાં પણ દમદાર કમાણી કરનારી આ ફિલ્મને ઓસ્કર એવોર્ડસ માટે મોકલવાની પણ માંગ ખૂબ ઉઠી. જો કે, ભારત તરફથી બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં રાજામૌલીની ફિલ્મને પસંદ ના કરવામાં આવી. પરંતુ RRRના નિર્માતાએ ઑસ્કરની 14 અલગ-અલગ કેટેગરીમાં ફિલ્મને સબમિટ કરી છે અને તેનુ કેમ્પેન શરૂ કરી ચૂક્યા છે.
રાજામૌલીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો
હવે એવા સમાચાર આવી રહ્યાં છે, જે RRRના ઑસ્કર કેમ્પેનને ખૂબ બુલંદ કરવાની છે. ડાયરેક્ટર રાજામૌલીને ન્યુયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ એવોર્ડ્સમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિશ્વમાં પોતાની અલગ ઓળખ નોંધાવી રહેલા ભારતીય સિનેમા માટે આ એક મોટી તક છે. ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ અમેરિકામાં ફિલ્મ ક્રિટિક્સના સૌથી જૂના અને સન્માનિત સંગઠનોમાંથી એક છે. આ સંગઠનમાં ન્યુયોર્કમાં બેસ્ડ મેગેઝીન અને અખબારોના 30થી વધુ ફિલ્મ ક્રિટીક્સ સભ્ય છે. તેથી NYFCC એવોર્ડસને વધુ સન્માનિત માનવામાં આવે છે.
RRRની ઑસ્કર દોડમાં કેવીરીતે મદદ કરશે આ એવોર્ડ?
રાજામૌલીએ ઑસ્કર એવોર્ડસની રેસમાં 14 કેટેગરીમાં RRRને ઉતાર્યુ છે. જેમાં સ્ક્રીનપ્લે, એડિટિંગ, સ્કોર, સાઉન્ડ સિવાય બેસ્ટ સપોર્ટિગ એક્ટર અને બેસ્ટ ડાયરેક્ટર જેવી કેટેગરી સામેલ છે. ઑસ્કર એવોર્ડસ આપનારી એકેડમી ઑફ મોશન પિક્ચર્સ એન્ડ સાઈન્સિસ એટલેકે ધ એકેડમીમાં દુનિયાભરના ફિલ્મ ક્રિટિક્સ અને ફિલ્મ ટેકનિશિયન સભ્ય હોય છે. આ સભ્યો મતદાન દ્વારા આખા વર્ષમાં જોવામાં આવેલી ફિલ્મો અથવા એવોર્ડસ માટે મોકલવામાં આવેલી ફિલ્મોને એવોર્ડસ માટે પસંદ કરે છે. ઑસ્કર એવોર્ડસ માટે ફિલ્મોમાં પસંદ કરવામાં આવતી સિસ્ટમ એક રીતે તમારી ફિલ્મ માટે બની રહેલા મૂડ પર પણ ખૂબ ડિપેન્ડ કરે છે.