સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ

સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ

એકદમ નિરોગી જીવન જીવવા માટે મીઠી ઊંઘ લેવી જરુરી છે. સારી અને જલદી ઊંઘ આવી જાય એટલે લોકો જાતજાતના ઉપાયો કરતા હોય છે પરંતુ હવે સારી ઊંઘ લેવાનો વધુ એક ઉપાય મળી ગયો છે જે લોકોને કામમાં લાગી શકે છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો
વોશિંગ્ટન યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના સંશોધકોએ સ્ટડીને આધારે મોટો દાવો કર્યો છે કે સૂર્યપ્રકાશ લેવાથી સારી ઊંઘ આવી શકે છે. કારણ કે સૂર્યપ્રકાશ સીધો મનુષ્યોની બાયોલોજિકલ ક્લોકને પ્રભાવિત કરે છે.  નવા અભ્યાસમાં એવી હિમાયત કરવામાં આવી છે કે ખુલ્લા સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.‌

બધી સિઝનમાં તડકો ખાનારને સારી ઊંઘ આવે
સંશોધકોએ હવામાન અને ઊંઘની પેટર્નમાં ફેરફાર વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે, જે મુજબ દિવસ દરમિયાન વધુ બહાર જવાથી અને સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. સંશોધનકારોએ વિવિધ સીઝન દરમિયાન હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો હતો.

સંશોધનકારોએ વિદ્યાર્થીઓના દિવસના સમયે ચાલવા અને હવામાનના ઉંઘ સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું કે ઉનાળાની તુલનામાં વિદ્યાર્થીઓ શિયાળામાં સરેરાશ 35 મિનિટ પછી સૂતા હતા.

તેઓએ એ પણ શોધી કાઢ્યું કે જે વિદ્યાર્થીઓ ઉનાળા, શિયાળા અને વસંત ઋતુમાં આખો દિવસ બહાર ફરતા હોય છે તેમને એકસરખી ઊંઘ આવે છે.

તડકો ખાવાથી ઊંઘ કેમ સારી આવે
સંશોધનકારોએ જણાવ્યું હતું કે માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક સૂર્યપ્રકાશથી પ્રભાવિત થાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આપણી સારી ઊંઘ માટે જૈવિક ઘડિયાળ જવાબદાર હોઈ શકે છે. જીવવિજ્ઞાની હોરાસિયો દ લા ઇગલેસિયા કહે છે કે આપણા શરીરમાં કુદરતી ઘડિયાળ હોય છે, જે આપણને રાત્રે ક્યારે સૂવું તે જણાવે છે.

શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ
ડૉક્ટરો અને નિષ્ણાતો ખાસ કરીને શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ પણ આપે છે. હવે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ તડકો લો અને ચાલો. આનાથી સારી ઉંઘ આવશે અને સારી ઊંઘ શરીરને પણ રોગમુક્ત રાખશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow