સંઘર્ષોથી ભરેલી છે ‘અનુપમા’ની રિયલ લાઈફ સ્ટોરી

સંઘર્ષોથી ભરેલી છે ‘અનુપમા’ની રિયલ લાઈફ સ્ટોરી

રૂપાલી ગાંગુલી ટીવીની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. અનુપમા શોમાં રૂપાલીએ પોતાની દમદાર એક્ટિંગથી સૌને દીવાના બનાવી દીધા છે.

રૂપાલીનો શો અનુપમા ટીવીની દુનિયા પર રાજ કરી રહ્યો છે અને અભિનેત્રીને ચાહકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે.

રૂપાલી ટીવીની ટોપ એક્ટ્રેસ બની ચૂકી છે, પરંતુ શું તમે જાણો છો કે કે તેણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે?

જ્યારે રૂપાલીએ પૈસા માટે વેઇટ્રેસનું કામ કરવું પડ્યું
રૂપાલી ગાંગુલીએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન યાદ કર્યું હતું જ્યારે તેના પિતા ફિલ્મ સર્જક અનિલ ગાંગુલીની બે ફિલ્મો ફ્લોપ નીવડી હતી, જે દરમિયાન અભિનેત્રીને પૈસા માટે કેટરિંગ તરીકે કામ કરવું પડયું હતું.

આ ઉપરાંત તેણે વેઇટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું. રૂપાલી ગાંગુલીએ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- પાપાની બે ફિલ્મો ફ્લોપ થતા જ અમારો મુશ્કેલ સમય શરૂ થઇ ગયો. તે પછી મારા સપનાએ પીછેહઠ કરી. મેં બધું જ કર્યું - બુટિકમાં કામ કર્યું, કેટરિંગ કર્યું, હું એક પાર્ટીમાં વેઇટ્રેસ હતી જ્યાં મારા પિતા મહેમાન તરીકે આવ્યા હતા.

મેં જાહેરાતમાં કામ કર્યું. આ દરમિયાન હું મારા પતિ અશ્વિનને મળી હતી. તેણે કહ્યું કે મારે ટીવી પર અજમાવવું જોઈએ, પછી મેં પણ તેના વિશે વિચાર્યું. રૂપાલીએ આગળ જણાવ્યું - થોડા સમય બાદ મને સુકન્યામાં રોલ ઓફર થયો હતો. મારા મનમાં તો બેસી ગયું .

પરંતુ મેં મારા પપ્પાના ફીડબેકને મહત્વ આપ્યું હતું. મેં તેને ગર્વથી એક સીન બતાવ્યો, અને તેણે કહ્યું- ' પોતે રડવાનું નથી પરંતુ દર્શકોને રડાવવાના છે' તેમણે મારા કામ સુધારવામાં મદદ કરી હતી.

કેવી રીતે બની હીરોઈન?
રૂપાલી ગાંગુલીએ જણાવ્યું હતું કે, "પાપા નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર છે અને મારા સૌથી મોટા હીરો પણ છે. શાળા પછી હું તેમના સેટ પર જતી હતી.

તે તેમને દરેક ફ્રેમને ડાયરેક્ટ કરતા જોઈ રહી હતી. આ દરમિયાન ખબર ન પડી કે હું હિરોઈન કેવી રીતે બની ગઈ. એક વખત એક અભિનેત્રી પાપાની ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી, પછી પાપા મને તેની જગ્યાએ રાખી હતી અને આ રીતે 12 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મુક્યો.

સફળતા જરૂર મળશે
રૂપાલી ગાંગુલીનો પોતાનો એક સંઘર્ષ રહ્યો છે. આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓનું મોટું નામ છે. રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' ટીઆરપી રેન્કિંગમાં ટોપ પર છે. રૂપાલી ગાંગુલીની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને કહેશો કે મહેનત કરતા રહો, સફળતા જરૂર મળશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow